• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા (મીં) ખાતે એક ઇસમે બીજાના લાયસન્સ વાળુ હથિયાર પોતે ધારણ કરી સમાજમાં ભય ઉભો કરવા હથિયાર સાથે ફોટો પોતાની ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરનાર તથા હથિયાર પરવાના ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

માળીયા (મીં) ખાતે એક ઇસમે બીજાના લાયસન્સ વાળુ હથિયાર પોતે ધારણ કરી સમાજમાં ભય ઉભો કરવા હથિયાર સાથે ફોટો પોતાની ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરનાર તથા હથિયાર પરવાના ધારકને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૦૮/૦૫/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટાઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખતા પો.હેડ કોન્સ. શેખાભાઇ મોરી નાઓને હકીકત મળેલ કે, ફેસબુકમાં જુનેદભાઇ શકુરભાઇ જેડા એ પોતાના ફેસબુક યુઝર આઇ.ડી.નંબર- Juned Jeda માં હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી માળીયા ખાતે એસ.ઓ.જી.ટીમ સાથે તપાસ કરી પુછપરછ કરતા નીચે જણાવેલ ઇસમ નંબર (૧) પોતે પોતાના ઉપરોક્ત ફેસબુક યુઝર આઇ.ડી.માં નીચે જણાવેલ પરવાના ધારકનુ હથિયાર સાથે પોતાનો ફોટો પોસ્ટ કરનાર તથા નંબર (૨) ફોટામાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
(૧) જુનેદભાઇ શકુરભાઇ જેડા જાતે મીયાણા ઉવ. ૨૫ ધંધો મજુરી રહે.માળીયા વાળા વિસ્તાર બોર્ડ નં-૦૧ તા.માળીયા જી.મોરબી
(૨) અવેશભાઇ કાદરભાઇ ભટ્ટી જાતે મીયાણા ઉવ.૪૨ ધંધો ખેતી રહે. માળીયા વોર્ડ નં-૦૧ ભટ્ટી વાંઢ વિસ્તાર તા.માળીયા જીમોરબી
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) પરવાના વાળુ બાર બોર ડબલ બેરલ હથિયાર નંગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- (૨) વીવો વી૨૧ઇ મોડલનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ રસીકભાઇ કડીવાર તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાચુ તથા સામંતભાઇ છુછીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત વિધાનસભા ના પૂર્વ સ્પીકર ડો.નિમાબેન આચાર્ય તથા લોકસભા ના પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર ને ધારાસભ્ય ના સન્માન સમારોહ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી તથા વાંકાનેર ના રઘુવંશી અગ્રણીઓ.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી*.

editor

Leave a Comment