• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા તથા રાજકોટ શહેરના એમ કુલ-૦૪ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા તથા રાજકોટ શહેરના એમ કુલ-૦૪ ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૦૮/૦૫/૨૦૨૩
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી. પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પો.સ્ટે. તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે. તથા રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી વિજયભાઇ છેલાભાઇ ભરવાડ રહે. રાજકોટ વાળો મોરબી રવિરાજ ચોકડી ખાતે ઉભેલ હોવાની હકીકત મળતા સ્ટાફ સાથે રવિરાજ ચોકડી ખાતે તપાસ કરતા નીચે જણાવેલ ગુનાના કામે નાસતો ફરતો આરોપી વિજયભાઇ છેલાભાઇ મીર જાતે ભરવાડ ઉ.વ. ૨૭ રહે. રાજકોટ ગોંડલ રોડ, એસ.ટી. વર્ક શોપની પાછળ ગીતાનગર શેરી નં-૦૮ ખોડીયાર નગર મેઇન શાકમાર્કેટ પાસે વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ- ૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૫૭૨૪૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી વિરૂધ્ધ રજિસ્ટર થયેલ ગુનાઓ-

(૧) મો.તા.પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૫૭૨૪૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) તથા (૨) મો.તા.પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૫૭૬/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) (૩) વાં.તા. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં, ૦૮૭૩/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી, વિ. (૪) રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૨૪૫/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેતરમાં ઉભા ઘઉંના પાકમાં છુપાવેલ ૬૮ બોટલ દારૂ અને મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*મોરબી ખાતે સાયકલોથોન રેલીને રાજયમંત્રીશ્રી બ્રજેશભાઇ મેરજાએ* *લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

Hello Morbi

*કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની ઈડી દ્વારા ખોટી રીતે થતી હેરાન ગતિના વિરોધમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના ધરણા*

Hello Morbi

Leave a Comment