
*પ્રદેશ/ જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરોની આગામી લોકસભા ની ચૂંટણી ની તૈયારી માટે મળેલ મીટીંગ*
……………………………………..
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ની સૂચના અનુસાર લીડરશિપ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કાર્યક્ર્મ હેઠળ આગામી* *2024ની લોકસભા ચુંટણી ની તૈયારી ના ભાગ રૂપે કચ્છ લોકસભા ના પ્રભારી શ્રી દિપક વૈધ્ય ના હાજરીમાં મોરબી જિલ્લા ના આગેવાનો, કાર્યકરો ને*
*લોકસભા ચુંટણી અંગે માર્ગદર્શન આપેલ અને બુથ લેવલ ની કામગીરી ની સમીક્ષા કરી હતી.આવનાર લોકસભા ની ચૂંટણી ની તૈયારી ના ભાગ રૂપે કામગીરી અત્યાર થી જ ચાલુ કરવા અને લોકો વચ્ચે જઇ કોગ્રેસની વિચારધારા સમજાવવી પડશે. વર્તમાન કેન્દ્રની ભાજપ સરકાર મોઘવારી , મંદી, બેકારી, સામાજીક વૈમનસ્ય, મહીલાઓ ની સુરક્ષા જેવા તમામ મોરચે નિષ્ફળ ગયેલ છે. પ્રજા વચ્ચે જઈ આ વાત રાખવા જણાવેલ. આજની આ માર્ગદર્શન મીટીંગમા જિલ્લા/તાલુકા/શહેર ના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો,દરેક ફ્રન્ટલ/ સેલના હોદ્દેદારો, વડિલો, કાર્યકર ભાઇઓ બહેનોએ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં, એવુ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ની પ્રેસ યાદી જણાવે છે*.
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*



