• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ*

રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના કાર્યરત છે.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રૂ.૧,૨૦,૦૦૦/- ની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. જે અરજદારને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. જે અન્વયે નાણાંકીય વર્ષ:– ૨૦૨૩-૨૪ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.ઉપરાંત પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.
વધુ માહિતી માટે મોરબીના જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની કચેરી જિલ્લા સેવા સદન નં.૪૬/૪૭, સો ઓરડી, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે. તેમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી જિલ્લા મેનેજરશ્રી ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું

Related posts

*HELLO MORBI:મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ*

editor

*મોરબીમાં માલિકીના પ્લોટ ઉપર કબ્જો કરનારા ત્રણ શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ*

Hello Morbi

*મોરબી : એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા ૨ દિવસીય હાઈ પરફોર્મન્સ સ્કીલ્સ કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment