• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ*

મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ
તા.૦૮/૦૬/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. સબળસિંહ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર નાઓને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે મજબૂત બાંધાનો અને શરીરે આછા વાદળી કલરના અડધી બાંયના ટી શર્ટ તથા કાળા કલરના પેન્ટ પહેરેલ વ્યક્તિ જેને કાળી દાઢી છે તેનુ નામ અમિતસિંહ જીતુભા રાજપુત છે. તે જનકપુરી સોસાયટી, મોરબી કંડલા ને.હા.રોડ, ધ ફન હોટલ પાસે, રહે છે અને તે અત્યારે ધ ફન હોટલ પાસે ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી નીચે જણાવેલ નામ સરનામા વાળો ઇસમ પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ
અમિતસિંહ જીતુભા સોલંકી જાતે કારડીયા રાજપુત ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે. જનકપુરી સોસાયટી, મોરબી કંડલા ને.હા.રોડ, ધ ફ્રેન હોટલ પાસે, તા.જી.મોરબી મુળ ગામ કારલી તા.બહુચરાજી જી. મહેસાણા
પકડાયેલ મુદામાલની વિગત
(૧) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦/-
(ર) જીવતા કાર્ટીઝ નંગ-૦૨ કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૨૦૦/-ના મુદામાલ.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તેમજ પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, તથા રણજીતભાઇ બાવડા તથા ફારૂકભાઇ પટેલ તથા રસીકભાઇ કડીવાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ પરમાર તથા સેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોયગરાજીયા તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ.કોન્સ માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા તથા ભાવેશભાઇ મીયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ ન વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:*B.Sc Sem 3 ના રિઝલ્ટમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન… જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*જોડીયા ના પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

Hello Morbi

*મોરબીમાં મમુ દાઢીના હત્યારા રાજકોટથી જૂનાગઢ પહોંચે તે પહેલા મોરબી પોલીસ અડી ગઈ: વધુ પાંચ આરોપી ઝડપાયા*

Hello Morbi

Leave a Comment