• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઉંચી માંડલ ગામ બસ સ્ટેન્ડ સામેથી વિસટા કાર માંથી ઇંગ્લિશ બોટલ દારૂ નંગ 108 સાથે એક ઈસમને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

ઉંચીમાંડલ ગામ બસ સ્ટેન્ડ સામે રોડ ઉપર ઇન્ડીયા વિસ્ટા કાર માંથી ઇંગ્લીશ દારૂ બોટલ નગ-૧૦૮ કિ
કિ.રૂ.૪૦,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૪૦,૫૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી
પાડતી કાઇમ બ્રાંચ મોરબી
તા-૧૧૦૬/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તરફથી સમ્રગ રાજકોટ રેન્જમાં પ્રોહી. -જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં અસકારક કામગીરી કરી બદ્દી નેસ્ત નાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ., એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મેં સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા તથા PC વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે હળવદ મોરબી રોડ ઉચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ ખાતે હકિકત વાળી ઇન્ડીકા વીસ્ટ કાર રજી, ને વા-13–4529 વાળીની વોચમાં હતા તે દરમ્યાન ઇન્ડીકા કાર મળી આવતા ચેક કરતા તેમાંથી ગે.કા. રીતે પરપ્રાંત માંથી મંગાવેલ ભારતિય બનાવટનો નીચે જણાવેલ વિગતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ
(૧) ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ મુસ્લીમ ઉ.વ. ૩૮ રહે, ચંદ્રપુર, તા.વાંકાનેર જી.મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામાં -(૧) માલ મોકલનાર :- વેલાભાઇ સગરામભાઇ રબારી રહે. શાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર (ર) માલ મંગાવનાર – કાનો નવઘણભાઇ ભરવાડ રહે. ઉંચીમાંડલ તા.જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૮ કિ.રૂ.૪૦,૫૦૦/- (૨) ઇન્ડીકા વીસ્ટા કાર રજી. નં.GJ-13-cc-4529 કિ.રૂ ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૦,૫૦૦/- નો
મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી. જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

FARMERS PROTEST: સરકાર સાથે વાતચીતની ઓફર પર કિસાન આજે લેશે નિર્ણય

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૩-૯ રવિવાર થી શરૂ*

editor

ભાવનગર શહેરના પીરછ્લ્લા વોર્ડ નં.૬ માં લોકોમાં ચુંટણીને લઇ અનેરો ઉત્સાહ, ભારતીય જનતા પાર્ટીને ખુલ્લુ સમર્થન……..

Hello Morbi

Leave a Comment