• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન*

શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારનું કરવામાં આવેલ સન્માન
ડીસા નગરમાં શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા છેલ્લા પાંચ વર્ષથી દર ગુરૂવારે રાત્રે નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય છે.આ ભજનમાં થતી તમામ આવક ગૌસેવા હેતુ વાપરવામાં આવે છે. અત્યાર સુધી 25 જેટલી ગૌશાળાઓમાં ગૌમાતાઓને ઘાસ હેતુ રૂપિયા 60 લાખ જેટલી માતબર રકમ પહોંચાડવામાં આવી છે.
તારીખ 15-6-2023 ગુરૂવારે ખૂબ જ ખરાબ હવામાન હોવા છતાં પૂજ્ય જલારામ બાપા તેમજ રણૂંઝાવાળા રામાપીર ભગવાનની અસીમ તેમજ અનરાધાર કૃપાથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન ગુજરાત સરકારના નિવૃત અધિકારી તેમજ પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ નાગરભાઈ પરમારના નિવાસસ્થાને વાજતેગાજતે રાખવામાં આવ્યાં હતાં.આ અવસરે નાગરભાઈ,મણીબેન,રાજુભાઈ,ભરતભાઈ સહિત સમગ્ર પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો તેમજ જલારામ દર્શન ગ્રંથથી ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.સાંપ્રત સમયમાં હિંદુ સનાતન ધર્મમાં સમરસતાની ખાસ જરૂર હોઈ ડીસાનું જલારામ મંદિર તેમજ જલારામ સત્સંગ મંડળ અગ્રેસર રહીને આ કામ કરી રહેલ છે.શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ કનુભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,ભગવાનભાઈ બંધુ,કમલેશભાઈ રાચ્છ,મહેશભાઈ પોપટ,રમેશભાઈ મામલતદાર,તારાચંદભાઈ મજેઠીયા,પ્રવિણભાઈ સાધુ,ચંદુભાઈ એટીડી,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,પિયુષભાઈ ગટા,સુભાષભાઈ ઠકકર,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,જીતુભાઈ અખાણી,શૈલેષભાઈ રાચ્છ,ભાવેશભાઈ ઠકકર સહિત સૌએ સાથે મળી નાગરભાઈ પરમાર પરિવારનું સન્માન કરી સુંદર આયોજન તેમજ વ્યવસ્થા બદલ અભિનંદન આપ્યા હતા.
ખૂબ જ ગૌપ્રેમી અને સેવાભાવી એવા નાગરભાઈ પરમાર પરિવારે રૂપિયા 11000(અગીયાર હજાર) નું યોગદાન ગૌસેવા હેતુ શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસાને અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*૬૬ ટંકારા પડધરી બેઠક પર જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સ્વચ્છ પ્રતિભા શાળી સંજય ભટાસણાના નામ પર આમ આદમી પાર્ટીની લાગી મહોર*

Hello Morbi

*મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃતકના પરિવારને ₹10 લાખની સહાય આપવા જયસુખભાઈ પટેલ અને ઑરેવા કંપનીને ગુજરાત હાઇકોર્ટના આદેશ*

editor

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉમંગભેર આવકાર*

editor

Leave a Comment