• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૭૦૮ કિ.રૂ. ૩,૨૩,૮૮૦/- તથા અન્ય મુદામાલ મળી કિ.રૂ. ૧૧,૨૮,૮૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી તા.૨૧/૦૬/૨૦૨૩
શ્રી, અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા પ્રોહી- જુગારના કેસો શોધી કાઢવા અંગે સમગ્ર રેન્જમાં સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી, રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા શ્રી, ડી.એમ હોલ પોલીસ ઇન્સ.એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ શ્રી એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના પો.સ.ઇ.શ્રી, કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન ॥ પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા PC વિક્રમભાઇ કુગસીયાને સંયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, જુના ટ્રરોડ ઉપર પુટ તરફથી સુરેન્દ્રનગર જિલ્લાનો નામચિન બુટલેગર વસંતભાઇ કાનજીભાઇ વાણીયા રહે પીપળી (જતનું) તા. પાટડી વાળો મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-13- AX-0820 વાળીમાં ગે.કા.રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી ત્રાજપર ચોકડી તરફ આવે છે જે હકિકત આધારે મોરબી એલ.સી.બી.ના માણસોએ ગાડી રોકવા સારૂ રોડ ઉપર આડસ ઉભી કરેલ હોય જે આડશને બોલેરો ગાડીએ તોડી ફિલ્મી સ્ટાઇલથી ભગાડી મોરબી થી જેતપરરોડ તરફ ભાગેલ જે ગાડીનો પીછો કરી નાઇટ રાઉન્ડની મોબાઇલવાનનો વાયરલેશ સેટથી સત્તત સંપર્ક કરી, પોલીસ કન્ટ્રોલરૂમ ખાતે ગાડી ભાગેલની વર્ધી આપી નાકાબંધી કરાવી સદર ગાડી ફિલ્મી સ્ટાઇલે ભાગતી હોય જેનો પીછો ચાલુ રાખી આ ગાડી હળવદ તાલુકાના નવા દેવળીયા બાજુ જતાં મોરબી તાલુકા પોલીસની મોબાઇલ તથાહળવદ પો.સ્ટે.ની પી.સી.આર.વાન અગાઉથી નવા દેવળીયાના રસ્તા ઉપર આડસ ઉભી કરી ગાડી રોકવાનો પ્રયત્ન કરતા સદર ગાડીએ તે પણ આડશ તોડી નવા દેવળીયા ગામે શેરી ગલીમાં પાર્ક કરેલ વાહન સાથે અથડાવી પોલીસ પીછો કરતી જ હોય જેથી તળાવની પાળ પાસે ગાડી રેડી મુકી ગાડીમાં રહેલ બે ઇસમો નાસવા ભાગવા લાગતા પોલીસે પાછળ દોડી પડવાનો પ્રયાસ કરતા એક ઇસમ પકડાયેલ જયારે એક ઇસમ વસંત કાનજીભાઇ વાણીયા અંધારાનો તથા સીમમાં બાવળની ઝાડીનો લાભ લઇ નાસી ભાગવામાં સફળ થયેલ હતો જે પકડાયેલ ઇસમ તથા માલ મંગાવના તથા નાસીભાગી જનાર મળી કુલ ત્રણ ખારોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) વિજય વિનોદભાઇ ડાભી ઉ.વ. ૩૨ રહે. ધ્રાંગધ્રા,૧૦૦ ડી, ધોળીધાર, રેલ્વે કોલોની તા ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) વસંતભાઇ કાનજીભાઇ વાણીયા રહે. પીપળી તા. પાટડી જિ. સુરેન્દ્રનગર જે સુરેન્દ્રનગર જિલ્લાનો નામચિન
બુટલેગર છે જે પ્રોહી ધાસ તળેના ગુનામાં અલગ અલગ પો.સ્ટે.ખાતે પકડાયેલ છે.
(ર) માલ મંગાવનાર ભાવેશ ઉર્ફે કાળીયો કિશોરભાઇ રહે. રફાળેશ્વર તા જી, મોરબી,

Related posts

*વિવિધ માધ્યમોએ પ્રસારણ કરેલ વિગતોની સીડી રજૂ કરવી પડશે*

Hello Morbi

*મોરબીમાં ધક્કાવાળી મેલડી મા ના મંદિર ખાતે સૌપ્રથમ વખત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: ઉત્તરાયણના તહેવારે થોડી સાવધાની રાખીએ, અકસ્માત કે જાનહાની નિવારીએ*

editor

Leave a Comment