• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

*અત્યાર સુધી ના ૨૨ કેમ્પ મા કુલ ૭૧૨૩ લોકોએ લાભ લીધો તેમજ ૩૧૬૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા.*

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૭-૨૦૨૩ મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી ના ડી.કે.પટેલ (રંગોલી લેમિનેટ્સ) પરિવાર ના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, શ્રી હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, શ્રી નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૭૧૨૩ લોકો એ લાભ લીધો હતો તેમજ ૩૧૬૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ
મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકા ની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI: ટંકારા ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર માટે વહીવટી તંત્ર અને સામાજિક કાર્યકરોએ સુંદર વ્યવસ્થા કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મેયર ઉત્તમ સુરાણીએ ‘નંદીધર ગૌશાળા’ની લીધી મુલાકાત: કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું*

editor

Leave a Comment