• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૧૦૨ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા મોરબી, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન મોરબી, સીવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અને ૨ તેમજ બંગાવડી ડેમના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં આ જાહેરનામું ૩૧ જાન્યુઆરી- ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકત જપ્તી/ ટાંચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒ટંકારા ખાતે ચાલતા પાણીની પાઇપ લાઇનના કામનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરતા ભાજપ અગ્રણીય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

editor

Leave a Comment