• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એક ભારત શ્રેષ્ઠ ભારત ”* *યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લામા*

એક ભારત શ્રેષ્ઠ ભારત ” યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લામા :

કાર્યપદ્ધતિ થી થશે વાકેફ
કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમા જઇને સાંસ્કૃતીક સામાજીક વિવિધતાથી વાફેક થાય તથા રાજય પોલીસની કાર્યપધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી છત્તીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો ગુજરાત રાજયની રાજકોટ રેન્જ ખાતે તા.૨૬/૦૬/૨૦૨૩ થી તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી આવેલ છે.જે અંતર્ગત રાજકોટ રેન્જના મોરબી જીલ્લા ખાતે તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ ચાર દિવસ પોલીસ માળખાથી અવગત થશે.

જે અંતર્ગત આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના છત્તીસગઢ રાજયના ૧૫ પોલીસ જવાનો અત્રેના મોરબી જીલ્લા ખાતે આવતા છત્તીસગઢ રાજ્યના પોલીસ જવાનોનુ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સા. દ્રારા જિલ્લામાં સ્વાગત કરી, ગુજરાત પોલીસ ની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપેલ ત્યારબાદ રીઝર્વ પોલીસ ઇન્સ. શ્રી એસ.એમ.ચૌહાણ દ્વારા તમામ જવાનોને પોલીસ વેલ્ફેર તથા SPC અંગેની કાર્યપધ્ધતીથી વાફેક કરવામા આવેલ હતા.ત્યારબાદ એલ.સી.બી પો.ઇન્સ.શ્રી ડી.એમ.ઢોલ દ્વારા PPT દ્વારા તમામ જવાનોને એલ.સી.બી તથા એસ.ઓ.જી શાખાની કામગીરી અંગે માહિતી આપવામા આવેલ ત્યારબાદ તમામ જવાનોને મોરબી જીલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર “નેત્રમ” ની મુલાકાત કરાવવામા આવેલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ ની કામગીરી તથા ટ્રાફિક ચલણ અંગેની જાણકારી આપવામા આવેલ ત્યારબાદ બપોરના ભોજન લીધા બાદ તમામ પોલીસ જવાનોને પોલીસ હેડ કવાર્ટર ખાતે રીઝર્વ પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.ચૌહાણ તથા લાઇઝનીંગ ઓફિસર શ્રી એમ.બી.સરવૈયા નાઓ દ્વાર હેડ કવાર્ટર ખાતેની જુદી જુદી બ્રાંચોની મુલાકાત તથા કામગીરીથી વાફેક કરવામા આવેલ જેમા હાજરી શાખા, એકાઉન્ટ શાખા,આર્મરર વર્કશોપ તેમજ કલોધીંગ શાખા તેમજ શત્રુગાર શાખા ખાતેના હથીયારોની માહિતી આપવામા આવેલ ત્યારબાદ પોલીસ હેડ કવાર્ટર ખાતેના ડોગ સ્કોડ તથા બી.ડી.ડી.એસ શાખા તેમજ એમ.ટી શાખાની કાર્યપધ્ધતીઓથી વાફેક કરવામા આવેલ.ત્યારબાદ એફ.એસ.એલ અધિકારી દ્વારા એફ.એસ.એલ ની કામગીરી અંગે વિસ્તૃત સમજ આપવામા આવેલ

Related posts

*HELLO MORBI: હડીયાણા કન્યાશાળા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

*જોડિયા ના જશાપર ગામે પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૨ યોજાયો*

Hello Morbi

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Hello Morbi

Leave a Comment