• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેર તને નર્કાગાર બનાવનાર નગરપાલિકા જ્યારે જાગશે.પ્રજા પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે ત્યારે જાગશે ?કોગ્રેસ*

*મોરબી શહેર તને નર્કાગાર બનાવનાર નગરપાલિકા જ્યારે જાગશે.પ્રજા પરેશાન છે. રોગચાળો ફાટી નીકળે ત્યારે જાગશે ?કોગ્રેસ*
…………………………………………..
*મોરબી જિલ્લા ની એ ગ્રેડ ની કહેવાતી નગરપાલિકાની કામગીરી ડી ગ્રેડ કરતા પણ ખરાબ*
*મોરબી શહેર ની પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ ભાજપ ના બાવન સભ્ય અને ત્યાર બાદ વહીવટદાર ના શાસનમાં પ્રજાને સુવિધા મળશે તેવું લાગતું હતું પરંતુ ધારાસભ્ય શ્રી ની આગેવાની હેઠળ ચાલતી મોરબી નગરપાલિકા શહેરની પ્રજાને સુખાકારી આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે*
*શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં કચરાઓના ઢગલા. ઉભરાતી ભૂગર્ગટરોના પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા શેરી ગલીઓમાં અંધકાર આ છે મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકાની કામગીરી*
*મોરબી શહેરની પ્રજા પોતાને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે થઈ પોતાની કમાણીમાંથી ટેક્સના પૈસાઓ નિયમિતપણે ભરે છે તેમ છતાં પણ પ્રજાની સુખાકારી માટે મોરબી નગરપાલિકા કેમ કામગીરી કરતી નથી તે પણ સવાલ છે કે જેમ કે હમણાં વાંકાનેરમાં રાજકોટના સાંજ સુધી કહેલું કે ગાડા નિચે શ્વાન ચાલે છે અને ભાર હું ઉપડું છું તેવું લોકો માને છે તેવું મોરબી માં નથી ને કહેવત છે કે બે આખલા ઓની લડતમાં અન્ય પીસાઈ તેવું નથી ને*?
*મોરબી ભાજપની આંતરિક લડાઈમાં મોરબી શહેરને નર્કાગારમાં ફેરવી દેવામાં આવેલ છે વારંવાર લોકો નગરપાલિકાએ જઈ પોતાના વિસ્તારોની કચરાઓના ઉકરડા અને પાણી અને ભૂગર્ભ ગટરની પરિસ્થિતિની ફરિયાદ કરે છે પણ જાણેકે નગરપાલિકા ને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં તકલીફ પડતી હોય તેવું વાતાવરણ આજે મોરબી શહેરમાં જોવા મળી રહ્યું છે જાણવા પ્રમાણે મોરબી નગરપાલિકાએ મોનસુનની કામગીરી કરી ન હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મોરબી શહેરમાં ઓછા વરસાદમાં ભરાતા પાણીથી દેખાઈ રહ્યું છે લોકોના મુખ્ય ચર્ચા છે કે પ્રીમિયમ મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર દર્શાવવામાં આવી છે અને પૈસાઓને ત્યાં પગ આવી ગયો છે એવું નગરપાલિકા કર્મચારીઓમાં ગણગણાટ છે ત્યારે મોટી મોટી ડંફાસુ મારતા મોરબીના ધારાસભ્ય મોરબી ની પ્રજા ને સુખાકારી મળે તે માટે વહીવટદાર અને અધિકારીઓના શા માટે કામ ખેંચતા નથી*
*મોરબી શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિ હોય ક્યારે રોગચાળો ફાટી નીકળે તે કહી ના શકાય*
*મોરબી નગરપાલિકાને વિનંતી સાથે સ્પષ્ટ કહેવામાં આવે છે કે મોરબી શહેરમાંથી કચરાઓના ડગલા ઉભરાતા કટોળના પાણી અને ખાડા ટેકરાઓથી મોરબી શહેર ની પ્રજા ને છુટકારો નહિ આપવા માં આવેતો આવનાર સમય માં કોગ્રેસ પક્ષ નગરપાલિકાની કચેરીમાં કચરાઓના ઢગલાઓ કરી દેશે જેની ગંભીર નોંધ લેવામાં આવે અને મોરબી શહેરની પ્રજાને તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માં આવે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીઅને મોરબી શહેરકોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીની માંગણી છે*

Related posts

*પાટણ રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી નારણભાઈ ઠકકરનાં ધર્મપત્ની કમળાબેનનું થયેલ દુ:ખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI; રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે આગામી તા.૨૬મી મે સુધી સિલેક્શન ટ્રાયલનું આયોજન*

editor

*પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે 18 થી 45 વર્ષ ની વયના લોકો માટે રસી કરન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment