• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સરકારે મટકીફોડ ની મંજુરી ન આપતા મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે ફરાળ પ્રસાદ નુ આયોજન*

 

પ્રવર્તમાન સમયે રાજકીય નેતાઓની યાત્રા મા બહોળી સંખ્યા મા જનમેદની એકત્રિત કરવાની છુટ પરંતુ કરોડો હિન્દુઓના આસ્થા ના પ્રતિક ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ની શોભાયાત્રા પર કોરોના નુ ગ્રહણ લગાવાયુ. શોભાયાત્રા મા ૨૦૦ લોકો ની છુટ તથા જાહેર મટકીફોડ કાર્યક્રમ પર પાબંધી મુકવા મા આવી છે ત્યારે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા *ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા તેમજ મકટીફોડ* ના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ છે જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બીજો એક કાર્યક્રમ જાહેર કરવા મા આવ્યો છે. જે અંતર્ગત સવારે ૧૦ કલાક થી મોરબી ની સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે શહેર ના અયોધ્યાપુરી રોડ પર રામજી મંદિર ની બાજુ મા ફરાળ પ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે. દરેક ભક્તજનો એ કોવિડ ની ગાઈડલાઈન નુ પાલન કરવુ ફરજિયાત રહેશે. માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સિંગ નુ પાલન કરવુ અનિવાર્ય રહેશે તેમ સંસ્થા ના પદાધિકારી સી.ડી. રામાવત, ભાવિનભાઈ ઘેલાણી, કૌશલ ભાઈ જાની, વિશાલ ગણાત્રા સહીતનાઓ એ યાદી મા જણાવ્યુ છે.

*અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર ના મંત્રી ઓ યાત્રા યોજી શકે છે, વિશાળ જનમેદની એકત્રિત કરી શકેછે, એક બાજુ નાયબ મુખ્યમંત્રી શ્રી જાહેર કાર્યક્રમ મા હિન્દુઓની બહુમતી મુદે નિવેદનો આપી રહ્યા છે તેમજ પ્રદેશ અધ્યક્ષ તેમની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે શોભાયાત્રા મા હિન્દુઓ ની સંખ્યા પર અંકુશ મુકી, તેમજ મટકીફોડ પર પ્રતિબંધ મુકી સરકારે હિન્દુઓ પ્રત્યે બેધારી નિતી નુ પ્રદર્શન કર્યુ છે.*

 

લી.

નિર્મિત કક્કડ

મંત્રી

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી.

Related posts

*HELLO MORBI:લખધીરપુર રોડપર આવેલ પાવર હાઉસમાથી ચોરી કરેલ મોબાઈલ તથા અન્ય 10 મોબાઇલ સાથે રીઢા ગુનેગાર અને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘PMJAY’ યોજના અન્વયે ડીજીઆરસી કમિટીની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ, ધાડના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

editor

Leave a Comment