• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી સિરામિક ટાઇલ્સની ફેક્ટરીઓના ઉધાર માલ ખરીદી લીધા પછી સિવિલ કોર્ટમાં નાદારી નોંધાવી અરજી કરેલ તે અરજી ચેન્નાઇ કોર્ટે રિજેક્ટ કરી*

મોરબી સીરામીક ટાઈલ્સની નામાંકિત ૯ ફેકટરી પાસેથી લાખો રૂપિયાનો ઉઘારમાલ ખરીદ કરી ચેન્નાઈના વેપારીએ ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદારી અરજી કરી જે વેપારી નાદાર થવા અંગેનો પુરાવો રજુ ન કરી શકતા નામદાર કોર્ટે સદરહુ નાદારી અરજી રીજેકટ કરેલ છે.
અત્રેના બનાવની વિગત એવી છે કે, ભારતના દક્ષિણ રાજયના ઘણાખરા વેપારીઓ ગુજરાતમાંથી ઉઘારમાલ લઈ ખોટા બહાનાઓ બનાવી ત્યાંથી સ્થાનિક લોકલ કોર્ટમાં નાદાર થવા અંગે અરજી કરતા હોય છે. જેથી ગુજરાતના વેપારીઓ ત્યાંની કોર્ટમાં હાજર ન થતાં હોય જે કારણોસર આવા વેપારીઓ ઉઘાર પૈસા ન દેવામાં સફળ થતાં હોય છે.
આવા જ બનાવમાં મોરબી સીરામીક ટાઈલ્સના નવ જેટલી નામાંકિત ફેકટરી પાસેથી લાખોનો ઉઘાર માલ લઈ ચેન્નાઈના રોયલ એન્ટરપ્રાઈઝ નામના વેપારી જાવેદ અહેમદ દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં નાદાર થવા અરજી કરતા જેમાં નાદાર થવા માટેના વેપારીએ મુખ્ય કારણો કોર્ટમાં દર્શાવેલ જેવા કે (૧)વેપારીએ ખરાબ ગુણવતાવાળી ટાઈલ્સનું વેચાણ કરવામાં આવેલ હોવાથી (ર) સનેઃ૨૦૧૫ માં ચેન્નાઈમાં પુરપ્રકોપ, હોનારત આવેલ હોવાથી ટાઈલ્સનો જથ્થો ખરાબ થઈ ગયેલ હોવાથી (૩)ટાઈલ્સના ધંધામાં આર્થિક મંદી આવેલ હોવાથી (૪) કેન્દુ ।રકાર દ્વારા નોટબંધી કરવામાં આવેલ હોવાથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન થયેલ હોવાના કારણે શાહુકારો પાસેથી ૧૫% વ્યાજે રૂપિયા લઈ ધંધો કરવાની ફરજ પડેલ છે. તે ઉપરાંત મોરબીના ટાઈલ્સના વેપારીઓ દ્વારા, ફોન કોલ દ્વારા, તેમજ મારી પરદાનશીન પત્નિ અને સ્કુલે જતા બાળકો તેમજ વેપારીઓ દ્વારા ગુંડાઓ મોકલતા હોવાના કારણે, વારંવાર ધમકીઓ આપતા હોવાના કારણે મારે આ હાલની નાદારી અરજી કરવાની ફરજ પડેલ છે.
આ કામમાં મોરબી એસોશીએસનના પ્રમુખશ્રી મુકેશભાઈ કુંડારીયાની સેગમ ટાઈલ્સ પ્રા.લી.ના એડવોકેટ રમેશ બી. દાવડા દ્વારા ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટમાં લેખિતમાં રજુઆત કરી નામદાર કોર્ટને જણાવેલ કે અમારી કંપની પાસેથી હાલના અરજદાર સનેઃ૨૦૧૯ માં ઉઘારમાલ ખરીદ કરેલ તેમાંથી ૫૦% રકમ જેવું પેમેન્ટ આપી બાકીની રકમ ચેક દ્વારા પુરી કરીશું જે ચેક બેંકમાં વસુલવા માટે નાંખેલ તે રીર્ટન થતાં આ કામના વેપારીને નોટીસ આપેલ. જે નોટીસના જવાબમાં તેમના વકીલશ્રી જી.દયાશંકર મારફત જવાબ મોકલવામાં આવેલ અને છ મહિનામાં ચેક મુજબની રકમ પુરી કરી આપીશું. તેવું નોટીસમાં જણાવેલ. સમય થતાં રોયલ એન્ટરપ્રાઈઝ સામે મોરબી કોર્ટમાં ૧૩૮ મુજબનો કેસ દાખલ કરેલ હોય અને જે મેટર આરોપીના વોરંટ ઉપર હોય તથી હાલના સ્ટેજે અરજદાર દ્વારા કરવામાં આવેલ જે ચાલવાપાત્ર કે ટકવાપાત્ર ન હોય. અમારી રજુઆત સાંભળી ચેન્નાઈ સીટી સીવીલ કોર્ટના જજ સાહેબ-સચ્ચિદાનંદ સાહેબ દ્વારા અરજદાર દ્વારા નાદાર થવા અંગેના કોઈ લેખિત પુરાવા રજુ ન કરી શકતા કોર્ટે નાદારી અરજી રીજેકટ કરેલ છે.
આ કામમાં સેગમ ટાઈલ્સ પ્રા.લી. મોરબી વતી . એડવોકેટ તરીકે રમેશ બી. દાવડા, ડી.કે. શેઠ તથા પુનમબેન ગોસ્વામી રોકાયેલ હતા.

Related posts

*ધારાસ્ય શ્રી રઘવજીભાઈ પટેલ અને જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા એ સી એમ ની મુલાકાત લીધી*

Hello Morbi

BCCI President Sourav Ganguly says IPL 2020 will be truncated if it happens

Admin

*HELLO MORBI: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મોરબી સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરાય*

editor

Leave a Comment