• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

*મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૭૦૦ વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઈ છે. ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. વધુમાં મંત્રીશ્રી જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે ત્યારે જડેશ્વર દાદાના શરણે એવી પ્રાર્થના કરું છું કે, સમયસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં જરૂરિયાત અનુસાર વરસાદ થાય. વધુમાં દેશની શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આપણને સૌને શક્તિ ને બુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરું છું. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે અને દેશની સંસ્કૃતિ તેમજ ધરોહરને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે આપણે સૌ પણ આ કાર્યમાં યથાયોગ્ય સહકાર આપીએ.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ જડેશ્વર મંદિર ખાતે મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી રતિલાલજી મહારાજ અને શ્રી જીતેન્દ્રજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ. એચ. શીરેશિયા, અગ્રણીશ્રી રણછોડભાઈ દલવાડી અને નરેન્દ્રસિંહ ઝાલા, કોઠારિયા ગામના સરપંચશ્રી કિશોરસિંહ ઝાલા સહિત આજુબાજુ ગામના સરપંચશ્રી અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા*

Related posts

*HELLO MORBI:બિપરજોપ” વાવાઝોડા અંતર્ગત રેપીડ રીસ્પોન્સ ટીમમાં મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને વિવિધ ફરજ સોંપાઈ*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*

editor

*હડીયાણા આંગણવાડી ખાતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની કીટનું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment