• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટખાતે થી છળકપટથી મેળવેલ મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી.
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટરશ્રી I/C એન.એ.વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા સધન પેટ્રોલીંગ ફરી આવા ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પોલીસ કોન્સ. દેવશીભાઇ મોરી તથા કેતનભાઇ અજાણા તથા પંકજભા પ્રવિણભા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ હોય કે, એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજી.નં. .GJ-36-K-3364 નો ચાલક ચોરી કે છળ કપટથી મેળવેલ મો.સા. મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ જનાર છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે મોરબી તાલુકાના બેલા ગામ ચેક પો.સ્ટ.ખાતે વોય તપાસમાં હતા તે દરમ્યાન એક ઇસમ સ્લેન્ડર મો.સા. લઇને નિકળતા તેને રોકી મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા મો.સા. ના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પો.કોન્સ.દેવસીભાઇ મોરીએ પોકેટકોપના માધ્યમથી સદરહું મો.સા.ના રજી.નંબર આધારે સર્ચ કરતા સદરહું મો.સા. બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા સદરહુ ઇસમે મો.સા. છળકપટ કે ચોટી મેળવેલાનુ જણાય આવતા સદરહુ મો.સા. રજી.નં.GJ-36-K-3364 કિ.રૂ.૨૦,૦૦૦/- સાથે પકડી પાડી મળી આવેલ શંકાસ્પદ ચીજવસ્તુ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂર ઇસમને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ તા.૧૧/૦૯/૨૦૨૩ ના કલાક : ૨૦/૦૦ વાગ્યે અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.ડી.એચ.બાવળીયા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :- કાલુ જાલમસિંગ દેવધા જાતે.ભીલ આદીવાસી ઉ.વ.૨૪, ધંધો-ડ્રાઇવિંગ, રહે. હાલ-ધર્મ મંગલ સોસાયટી, મકનસર, તા.જી.મોરબી, મુળ રહે. પ્રિતમપુર, તા.પારા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશ, – કબ્જે કરેલ મુદ્દામાલ ઃ- હિરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ-36-K-3364 કિ.રૂ.૨૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સપેકટરશ્રી I/C એન.એ.વસાવા તથા પો.સ.ઇ.શ્રી
વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા તથા હરપાલસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ સદરહું કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*કોડીનારમાં જાહેર પરીક્ષા માટે એક એવા વર્ગો કે જ્યાં આપવામાં આવે છે તજજ્ઞો દ્વારા નિશુલ્ક તાલીમ*

Hello Morbi

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ના યશસ્વી અધ્યક્ષ શ્રી મયુરભાઇ ગઢવી ના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં કાર્યકરો*

editor

Leave a Comment