• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આગામી ૨૬મી એ મોરબી ખાતે તાલુકા કક્ષાનોઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૬-૦૯-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

મકરસંક્રાંતિ પર્વ નિમિતે જાહેરનામુ પ્રસિદ્ધ : મોરબી જીલ્લામાં ચાઈનીઝ દોરા, તુક્કલ અને લેન્ટર્ન ખરીદ-વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ

Hello Morbi

*રાજ્ય સરકારનો FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

Leave a Comment