• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે*

વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ મોરબી

મોરબીમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશ
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિટ અન્વયે બે દિવસીય કાર્યક્રમ યોજાશે.
મોરબી જિલ્લાનો કાર્યક્રમ ૦૪/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સ્કાય મોલ, મોરબી ખાતે યોજાશે
આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમ.એસ.એમ.ઇ, કુટીર ઉદ્યોગ, વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ તેમજ જિલ્લાના વિવિધ ઉદ્યોગો ધ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ પ્રદર્શન વિભાગ બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જિલ્લાના નાગરિકોને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તે પ્રકારના માર્ગદર્શક સેમિનાર યોજાશે. Field Expert/ Enterpreneur/ DGT & FIEO ના પ્રતિનિધિ દ્વારા તેમજ Export/Enterpreneur વગેરેના માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવનાર છે.

આ વાયબ્રન્ટ મોરબીમાં મોટા ઉદ્યોગકારો સાથે પી.એમ. વિશ્વકર્માંના લાભાર્થીઓ, MSME અને નાના-મોટા ઉદ્યોગકારો, કારીગરી સાથે સંકળાયેલ મહિલા સંસ્થાઓના પ્રતિનિધિઓ, કુશળ હસ્તકલા કારીગરો વગેરે સહભાગી બનશે.

Related posts

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના સિલ્વર જયુબિલી 25 વર્ષ નિમિતે મોરબીના રાજમાર્ગો પર વાહનો સાથે રેલી યોજાયેલ*

editor

*HELLO MORBI:મોટા દહિસરા કન્યા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

Leave a Comment