• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ચોરીના ગુન્હાને અંજામ આપનાર આંતર રાજ્ય “નાયડુ ગેંગને” ગણતરીની કલાકોમાં પકડી પાડતી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ*

મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હાને અંજામ આપનાર આંતર રાજ્ય “નાયડુ ગેંગને” ગણતરીની કલાકોમાં પકડી પાડતી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ

ગઇકાલ તા.૧૦/૧૦/૨૦૨૩ ના રોજ મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે ગઇ તા.૦૫/૧૦/૨૦૨૩ ના બપોરના એકાદ વાગ્યાની અરસામાં પોતાની બોલેરો મેક્સી ટ્રક ગાડીના કેબીનમાં પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ રોકડ રૂ.૨,૨૫,૭૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય તેમ જાણ કરતા ફરીયાદીની ફરીયાદ પરથી મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૯૨૩૦૦૪૧/૨૦૨૩ આઇ.પી.સી ક.૩૭૯ મુજબ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જના તેમજ પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા નાઓ દ્રારા આ ગુન્હો સત્વરે શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ ગોંડલ વિભાગના તથા સર્કલ પો.ઇન્સ શ્રી એ.સી.ડામોર સાહેબ ગોંડલ સર્કલના માગૅદશૅન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી કે.એ.ગોહિલ સાહેબની રાહબરી હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનનો પો.સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ યોગીરાજસિંહ અજયસિંહ જાડેજા તથા પો.કોન્સ લક્કિરાજસિંહ બાબુભા જાડેજા તથા રાજદિપસિંહ શુભરાજસિંહ ગોહિલ તથા રવુભાઇ ટપુભાઇ ગીડા નાઓને સંયુકત ખાનગી રાહે હકિકત તથા ટેકનીકલ સોસૅ તથા હ્યુમન સોસૅથી તથા રાજકોટ ગ્રામ્યના કમાન્ડ કંટ્રોલની મદદથી આ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ ત્રણ ઇસમોને વાગુદડ થી મેટોડા જી.આઇ.ડી.સી તરફ જવાના રોડ પરથી પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે તેમજ મજકુર ઇસમોની આગવી ઢબે પૂછપરછ કરતા મજકુર ઇસમો અન્ય ગુન્હાઓ પણ કરેલ છે અને આ ટોળકી નાયડુ ગેંગ તરીકે પ્રખ્યાય છે અને મજકુર ત્રણેય ઇસમો સામે આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે,

પકડાયેલ આરોપીઓ નામા-
(૧) રાજનભાઇ ઉર્ફે રાજા સુરજભાઇ તોતીનાયકર (નારાયણ તેલી), જાતે-નાયડુ, ઉ.વ.૨૬, ધંધો-મજુરી, રહે-બકીપાડા, ત્તા-નવાપુરા, જી-નંદુરબાર, રાજ્ય- મહારાષ્ટ્ર

(૨) સુરજભાઇ સુબ્રમણીભાઇ તોતીનાચકર, જાતે-નાયડુ, ઉં.વ.-પર, ધંધો-મજુરી, રહે-બકીપાડા, તા-નવાપુરા, જી-નંદુરબાર, રાજ્ય-મહારાષ્ટ્ર

(3) મુતુકુમાર ઉર્ફે અજીત વેન્કટેશન તોતીનાયકર, જાતે-નાયડુ, ઉ.વ.-૨૫, ધંધો-મજુરી, રહે-ત્રીશલાફર્લી, કામરેજનગર, જી-ત્રીશલાફર્લી, રાજ્ય-તમીલનાડુ

ચોરીમાં ગયેલ મુદામાલ
૩.૨,૨૫,૭૦૦/-
રીકવર કરેલ મુદામાલ
૩.૨,૨૫,૭૦૦/-
આરોપીઓનો ગુન્હહીત ઇતિહાસ
આરોપી ને(૧) રાજનભાઇ ઉર્ફે રાજા સુરજભાઇ તોતીનાયકર (નારાયણ તેલી)નો ગુન્હાહીત ઇતિહાસ-
(૧) સુરત ગ્રામ્ય જીલ્લાના કડોદરા જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં./23/2017 (૨) સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા પો.સ્ટે ગુ.ર.નં./11/2017
આરોપી ન(૨) સુરજભાઇ સુબ્રમણીભાઇ તોતીનાયકર નો ગુન્હાહીત ઇતિહાસ-
(૧) સુરત ગ્રામ્ય જીલ્લાના કડોદરા જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ,ર.નં.1/23/2017
આરોપીઓએ કબુલાત કરેલ ગુન્હાઓની વિગત
(૧) વાંકાનેર ખાતે ચોરી કરેલની કબુલાત આપેલ છે.
(૨) ટંકારા ખાતે ચોરી કરેલની કબુલાત આપેલ છે.
(૩) મોરબી ખાતે ચોરી કરેલની કબુલાત આપેલ છે.
૪) ગોંડલ સીટી પો.સ્ટે ખાતે ચોરી કરેલની કબુલાત આપેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારીશ્રી કર્મચારીઓ
આ કામગીરી મેટોડા જી.આઇ.ડી.સી પો.સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી કે.એ.ગોહિલ તથા પો.હેડ.કોન્સ યોગીરાજસિંહ અજયસિંહ જાડેજા તથા પો.કોન્સ લક્કિરાજસિંહ
બાબુભા જાડેજા તથા રાજદિપસિંહ શુભરાજસિંહ ગોહિલ તથા રવુભાઇ ટપુભાઇ ગીડા તથા રાજકોટ ગ્રામ્યના કમાન્ડ કંટ્રોલના વુ.પો.હેડ.કોન્સ જાગૂતિબેન ડાંગર તથા પો.કોન્સ વિજયભાઇ સિંહાર તથા સિધ્ધરાજસિંહ વાળા

Related posts

*ભારત વાસિયો માટે શુભ સંદેશો પાઠવતા ગીરધરભાઇ પનારા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

editor

*HELLO MORBI NEWS:માળીયા તાલુકાના વવાણીયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૩૯૮ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો*

editor

Leave a Comment