• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજી તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું*

*’સ્વચ્છતા એજ સેવા’*
*’સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેઠક યોજી તાલુકા કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું*

*માહિતી બ્યુરો, મોરબી*
‘સ્વછતા એજ સેવા’ અંતર્ગત મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મીશન-ગ્રામીણ યોજનાના તાલુકા કક્ષાના કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યની સાથે જ્યારે આગામી બે માસ દરમિયાન મોરબી જિલ્લામાં પણ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ના રોજ ગ્રામ્ય કક્ષાના તમામ બસ સ્ટેન્ડ/ રેલવે સ્ટેશનોની સાફ સફાઈ થાય અને આ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે લોકોને પ્રેરણા આપવાની વગેરે કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે ૧૫ ઓકટોબરથી આગામી બે માસ દરમિયાન ગ્રામ્ય શહેરી અને કક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાય તે તરફના પ્રયાસો કરવા માટે જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરશ્રી ભાવેશભાઈ વાઢેર, એચ.આર.ડી. નરસંગભાઈ છૈયા, ચેતનસિંહ પરમાર, યશભાઈ કાલરીયા, જુનેદભાઈ કડીવાર તેમજ ચાર્વીબેન ભીમાણી દ્વારા તાલુકા કક્ષાના કર્મચારીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*HELLO MORBI: મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી મોરબી પોલીસ, માહિતી આપવા અપીલ*

editor

*HELLO MORBI: મોરબી: શ્રીલોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment