• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રી અજય નાયક અને પોલિસ ઓબ્સર્વરશ્રી દિપક મિશ્રાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ*

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ જિલ્લામાં કેટલા ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે, પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ, PWD અંતર્ગત કરવામાં આવેલા આયોજનો, વિવિધ નોડલ ઓફિસરની વિગતો, માનવ સંસાધનનું આયોજન, તાલીમ, EVM અને VVPATની અવલેબિલીટી અને સ્ટોરેજ, જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ, મતદાન વધારવા માટે કરવામાં આવેલું આયોજન, MCMC અને EMMC અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી, વ્હીકલ મેનેજમેન્ટ, કાઉન્ટીંગ સ્ટેશન અને પ્રોટોકોલ, ક્રિટીકલ પોલિંગ સ્ટેશન વગેરે અંગે વિગતે માહિતી આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, ૬૬- ટંકારા મતવિસ્તાર જનરલ ઓબ્સર્વરશ્રી મણીરામ શર્મા.IAS, ૬૭- વાંકાનેર જનરલ ઓબ્સર્વરશ્રી રામચંદ્રન આર.IAS, ખર્ચ જનરલશ્રી સિધ્ધાર્થ દાંગી.IRAS, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ, સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા સહિત સબંધિત નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*

editor

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ -મોરબી દ્વારા દશેરા ના પર્વ નિમિતે શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા મોમાઇધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો*

editor

Leave a Comment