• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર સાહેબ*

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના જન્મદીન ની ઉજવણી કરતા PSI ડી.બી. ઠક્કર સાહેબ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ટ્રાફીક શાખા માં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા ડી.બી.ઠક્કર સાહેબ દ્વારા તેમના સુપુત્ર બ્રિજભાઈ ઠક્કર ના ૨૧મા જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સ્વજનો ના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે પી.એસ.આઈ. શ્રી ઠક્કર સાહેબ દ્વારા સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. આ તકે પી.એસ.આઈ. શ્રી ડી.બી. ઠક્કર સાહેબ, નીતાબેન દીલીપભાઈ ઠક્કર, બ્રિજભાઈ ઠક્કર, હેમાંગીબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર સહીત ના ઠક્કર પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ,અનિલભાઈ સોમૈયા,કીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related posts

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS:પ્રેમ,લાગણી,પરોપકારના સહારે પ્રેરણાદાયી જીંદગી જીવી અલવિદા થયેલ કેન્દ્ર સરકારના નિવૃત આઈ.બી.અધિકારી ડીસાના ભરતભાઈ ઠકકર*

editor

*મહાનગર પાલિકા ના વોર્ડ ન 1 ના ઉમેવાર મનિષાબેન બાબરીયા એ પરિવાર સાથે કર્યું મતદાન*

Hello Morbi

Leave a Comment