• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અમેરિકાથી પધારેલ ડીસાપ્રેમી તેમજ કલાપ્રેમી એવા સુરેશભાઈ કોઠારીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

અમેરિકાથી પધારેલ ડીસાપ્રેમી તેમજ કલાપ્રેમી એવા સુરેશભાઈ કોઠારીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ દબદબાભેર સન્માન
પાલનપુરના વતની,ડીસાને કર્મભૂમિ બનાવનાર તેમજ હાલ અમેરિકાના ન્યુયોર્ક સીટીમાં વસવાટ કરતા સંગીત,સાહિત્ય,કલા તેમજ ડીસાના પ્રેમી એવા સુરેશભાઈ કોઠારી દર વર્ષે શિયાળાના ચાર મહિના ડીસા ખાતે રોકાણ કરે છે.
છેલ્લા ત્રીસ વર્ષથી ચૂનીબેન શાંતિલાલ કોઠારી વિધા વિસ્તાર વ્યાખ્યાનમાળાના માધ્યમથી ડીસાના હજારો સાહિત્યપ્રેમીઓને અનેક વકતાઓના માધ્યમથી તેમણે નિજાનંદ કરાવ્યો છે.90 વર્ષની ઉંમર ધરાવતા સુરેશભાઈ કોઠારીએ ડીસાને ભરપૂર પ્રેમ કર્યો છે અને ડીસાના વાસીઓ પણ તેમને ખૂબ જ ચાહે છે.તેમના પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરવા ડીસાની જલારામ ટ્રસ્ટ,કલા સૃષ્ટિ ફાઉન્ડેશન,વંચિત સેવા ટ્રસ્ટ,બંધુ સેવા ટ્રસ્ટ,બનાસ સાહિત્ય કલા સંઘ,અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જેવી સેવાભાવી સંસ્થાઓ વતી શુભેચ્છક ગ્રુપે સુરેશભાઈ કોઠારીનું સાલ,પુષ્પગુચ્છ તેમજ જલારામ દર્શન ગ્રંથથી દબદબાભેર સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દિવ્ય અવસરે સર્વ કનુભાઈ આચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ભગવાનભાઈ બંધુ,ડો.અજયભાઈ જોષી,ચંદુભાઈ એટીડી,ઓમપ્રકાશભાઈ વારડે,ઈશ્ર્વરભાઈ રાવળ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી સુરેશભાઈ કોઠારીનું સન્માન કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
તેમના આંગણે પધારવા બદલ સુરેશભાઈ કોઠારીએ પણ અત્યંત રાજીપો વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો.
ડીસા નગરને ભરપૂર ચાહનાર સુરેશભાઈ કોઠારીએ ડીસાને વૃક્ષોથી લીલુંછમ બનાવવાની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો*

editor

*જોડીયા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે જામનગર જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રામાનંદી સાધુ સમાજનું ગૌરવ: બાલંભાના વેદાંત નીમાવત 𝟏𝟎માં ધોરણમાં 𝟗𝟗.𝟑𝟔 𝐏𝐑 સાથે સ્કૂલમાં પ્રથમ*

editor

Leave a Comment