• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૬૨,૬૦૦ તથા એકસ.યુ.વી કાર મળી કુલ કિ રૂ. ૩,૬૨,૬૦૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ ઇન્ચાર્જ પો.ઈન્સ શ્રી પી.એ.દેકાવાડીયા નાઓની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ હાલ નાતાલ તહેવાર તેમજ ૩૧મી ડીસેમ્બર અનુસંધાને મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગ મા હોય દરમ્યાન એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે અસલમ સલીમભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.ર વાળો તેના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂ રાખી હેરફેર કરી વેચાણ કરતો હોવાની હકિકત આધારે મજકુર ના રહેણાંક મકાને રેઇડ કરતા મજકુર ઇસમ દુરથી પોલીસને જોઇ નાસી ગયેલ હોય જેથી મજકુર ના રહેણાંક મકાનમાંથી તેમજ શેરીમા પડેલ એકસ.યુ.વી કારમાથી ભારતીય બનાવટ ના વિદેશીદારૂ ની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૬૨,૬૦૦/- તથા એકસ.યુ.વી કાર નં.GJ-1-RS-1771 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી મળી કુલ રૂ.૩,૬૨,૬૦૦/-ના મુદામાલ મળી આવતા તેમજ આરોપી નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી-
૧)અસલમ સલીમભાઇ ચાનીયા રહે.મોરબી કાલીકાપ્લોટ
કબ્જે કરેલ મુદામાલ –
૧) બ્લેક લેસ XXX રમ ૭૫૦ એમ.એલ ની કાચની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૧,૦૫૦૦૦/-
૨) ગ્લોબસ ગ્રીન પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૫૭૬૦0/-
(3) એકસ.યુ.વી કાર નં.GJ-1-RS-1771 કિ.રૂ.૨,૦૦,૦૦૦ કુલ મુદામાલ રૂ.૩,૬૨,૬૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી પી.એ.દેકાવાડીયા I/C પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા અંબાપ્રતાપસિંહ જાડેજા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઇ ગરીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*સ્વ શ્રી દિલીપભાઈ ગાંધીના માતુશ્રી અને તેમના ધર્મ પત્નીએ કોરોના વેક્સિન નો આજે ડોઝ લઈ અને સર્વે લોકો વેક્સિન મુકાવે તેવી અપીલ કરી*

Hello Morbi

*જોડિયા તાલુકા કક્ષાનું ઓનલાઈન વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 યોજયુ.* 

Hello Morbi

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment