• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ઠિકરીયાળા અને મેસરિયા નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા*

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ભૂમીપૂજન કરી મોરબી જિલ્લામાં ૨.૭૫ કરોડથી વધુના ખર્ચે થનાર વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા સિંચાઈ માટે મહત્ત્વનાં પાસાઓ એવી નાની સિંચાઈ યોજનાઓનો તબક્કા વાર નવીનીકરણ કરી સિંચાઈ માળખું બધું સુગમ બનાવવાનું બીડું ઉપાડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર વિસ્તારના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના નવીનીકરણના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ કામોનું જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, જલ એજ જીવન એવી ઉક્તિ સાથે વર્ષો પહેલાં નિર્માણ પામેલ બંન્ને નાની સિંચાઈ યોજનાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવવા માટે સૌની યોજનાની શરૂઆત કરી હતી. આજે સરદાર સરોવર જેવી ભગીરથ યોજના અને સૌની યોજના થકી સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ વિસ્તારમાં ઉનાળું પાક લઈ શકાય છે. વડાપ્રધાનશ્રીનો સૌની યોજના થકી ખેડૂતોની આવક બમણી કરાવાનો નિર્ણય સાર્થક બન્યો છે.
(મેસરીયા, સમઢિયાળા, રાતડીયા, મહિકા) ને લાભ પહોંચાડે છે. કેનાલ રીનોવેશના પ્રથમ ચરણમાં ૧.૩૩ કરોડથી વધુનાં ખર્ચે બંધનો મુખ્ય ભાગ સંપૂર્ણ પણે રીનોવેશન કરી માટી પાળા ઉપર પીચીંગ કરવામાં આવશે. અહીં હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ કરી જુનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાંમાં આવશે. આ યોજનાની આવરદામાં વધુ ૫૦ વર્ષનો વધારો થશે. ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે. યોજનામાં વધારાનું પાણી જમીનમાં ઉતરવાથી ભુગર્ભ જળમાં રીચાર્જ થશે. જેનાથી આજુબાજુના ખેડુતોના કુવામાં પાણી રહેવાથી પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થશે. જયારે યોજનાના દ્વિતિય ચરણમાં કુલ ૧૪ કિલોમીટર કેનાલનું નવીનીકરણ કેનાલ લાઇનીંગ કરાવામાં આવશે અને ન ૨૦ થી ૨૫ કેનાલ સ્ટ્રકચર મરામત કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

*HELLO MORBI: મોરબીના નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનુંગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું*

editor

Indian Railwaysએ ભારત બંધને કારણે રદ કરી અનેક ટ્રેનો, અનેકના રૂટ બદલ્યા, જુઓ યાદી

Hello Morbi

*HELLO MORBI: માળીયા(મી.) તાલુકાની તરઘરી તથા સરવડગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા*

editor

Leave a Comment