
મોરબી જિલ્લો વિકાસપથ પર ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આરોગ્ય વિભાગની સાથે વહિવટી તંત્ર દ્વારા સારી અને સુલભ સવલતો ઉપ્લબ્ધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે આરોગ્ય વિભાગની સિદ્ધિઓમાં એક નવું છોગું ઉમેરાયું છે. જિલ્લામાં માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS – નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્ય સેવાઓ મળી રહે અને વધુમાં વધુ લોકો વિનામૂલ્યે આરોગ્ય સેવાઓનો લાભ લે અને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ઘટાડી શકાય તે માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં આરોગ્ય સંસ્થાઓમાં અપાતી આ સેવાઓ ફક્ત વિનામૂલ્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારાધોરણો મુજબ મળતી થાય તે માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોરબીમાં માળીયા તાલુકાનું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દર્દીઓની સેવા માટે અને તેમને સારી આરોગ્ય સુવિધાઓ સુલભ કરાવવા સંપૂર્ણપણે કટિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
માટે ઉપયોગી એવા હર્બલ ઔષધીય વૃક્ષો સાથેનું હર્બલ ગાર્ડન જેવી અનેક સુવિધાથી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સજ્જ છે. ભારત સરકારશ્રીના NHSRC વિભાગ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ કે જે ISQua ( ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઇન હેલ્થ કેર) દ્વારા પણ પ્રમાણિત થયેલ છે. તેના ધારાધોરણો મુજબ જે તે આરોગ્ય સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ અપાતી સેવાઓના કુલ ૨૫૦ માપદંડો અને ૧૩૬૪ મુદ્દાઓની ચકાસણી કરી અને તેમાં ૭૦% થી વધુ માર્કસ મેળવનાર આરોગ્ય સંસ્થાને જ આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.
આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવવા માટે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાના સતત માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન જે. દવે, જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરશ્રી ડો. હાર્દિક રંગપરીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. ડી.જી. બાવરવાના પ્રોત્સાહન અને સતત મોનિટરિંગ થકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. નિરાલી ભાટિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફના રાત-દિવસના અથાગ પ્રયત્નો, શ્રમ અને સમયદાન થકી આ ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ મેળવીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડએ આરોગ્ય ક્ષેત્રે એક અનેરી સફળતા હાંસલ કરેલ છે.


