• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માળિયાના ખાખરેચી ખાતે કરાશે*

પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થનાર છે, જેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક અન્વયે કલેક્ટરશ્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ખાખરેચી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે ઉપરાંત જવાનોની પરેડ પણ યોજાશે. દેશ ભક્તિથી રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ કલેક્ટરશ્રી સિધ્ધાર્થ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઝાલા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*૩૧ ડિસેમ્બરના રોજ દીવ તરફથી નસો કરી આવતા ઈસમોને પકડી પાડી કુલ ૫૮ ગુન્હા દાખલ કરતી કોડીનાર પોલીસ*

Hello Morbi

*જામનગર ના જાંબુડા સી એચ સી હોસ્પિટલ ખાતે કોવિડ શરૂ કરાયું*

Hello Morbi

*ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને એ આઈ એમ આઈ એમ ના જૂનાગઢ જિલ્લા પ્રમુખે કરી રાવ!*

Hello Morbi

Leave a Comment