• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા – ૧*

*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મજયંતી : જ્ઞાન જ્યોતિ પર્વ : સ્મરણોત્સવ : ટંકારા – ૧*

*સમારોહ સ્થળ-કરસનજીના આંગણા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળથી લવાયેલ યજ્ઞજ્યોતને મહોત્સવના સ્થળે યજ્ઞવેદીમાં સમર્પિત કરી હવનમાં સહભાગી થતાં રાજ્યપાલશ્રી*

*રાજ્યપાલશ્રીએ મહર્ષિના જીવન આધારિત પ્રદર્શનની મુલાકાત લઈ ગૌ પૂજન અને ધ્વજારોહણ કર્યું*
મોરબી તા.૧૦
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને સાથે લાવવામાં આવેલ યજ્ઞજ્યોતને ભાવપૂર્વક આવકારીને યજ્ઞવેદીમાં સમર્પિત કરીને  લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનમાં સહભાગી થયાં હતાં.

શોભાયાત્રા દરમિયાન ભાવિકો મહર્ષિ દયાનંદ સરસ્વતી લિખિત ‘સત્યાર્થ પ્રકાશ’ ગ્રંથ તથા જ્યોત સાથે ઉત્સાહભેર ઉજવણીમાં જોડાયાં હતા. કાર્યક્ર્મ સ્થળે રાજ્યપાલશ્રીએ ગૌ પૂજન કરી ધ્વજારોહણ કર્યું હતું.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં સ્મરણોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન, કાર્ય અને તેમના સંદેશ પર આધારિત વિશેષ પ્રદર્શનની મુલાકાત લઈને રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં આર્ય સમાજની સ્થાપના અને વિકાસ તેમજ મહર્ષિની ભારત વર્ષની યાત્રા દર્શાવતા સ્થળો, ભારતભરના આર્ય સંસ્થાનો, સ્વામીના જીવનની ઝાંખીનું નકશા રૂપે નિદર્શન, વિવિધ પુસ્તકો વગેરે અસરકારક રીતે દર્શાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, આર્ય સમાજના શ્રી સુરેશચંદ્ર આર્ય, શ્રી વિનય આર્ય, સુરેન્દ્રકુમાર આર્ય, પદ્મશ્રી પૂનમ સૂરિજી, શ્રી અજય શહગલ, શ્રી શુષ્માજી, શ્રી ધર્મપાલજી સહિત અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના બે અલગ અલગ ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસ્તથી ફરતી મહિલાને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI: “અગમચેતી એ જ સલામતી”બિપરજોય વાવાઝોડા’ને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*HELLO MORBI:વિનામૂલ્યે સરકાર માન્ય સર્ટિફિકેટ સાથેના રોજગાર લક્ષી તાલીમ કોષો યોજાશે*

editor

Leave a Comment