• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસાના સદગત દેવચંદજી ખેમાજી ચોકસીની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ ટેટોડા ગૌશાળામાં યોજાશે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો*

ડીસાના સદગત દેવચંદજી ખેમાજી ચોકસીની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ ટેટોડા ગૌશાળામાં યોજાશે કિર્તીદાન ગઢવીનો લોકડાયરો
અનેકવિધ સેવાકીય સત્કાર્યો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ ડીસાના સદગત દેવચંદજી ખેમાજી ચોકસીની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિએ તારીખ 31-3-2024 રવિવારે રાત્રે 8=30 કલાકે શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે વિશ્ર્વ વિખ્યાત કલાકાર કિર્તીદાનજી ગઢવીના લોકડાયરાનું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ લોકડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહેનાર છે.લોકડાયરામાં થતી તમામ આવક અંદાજે રૂપિયા પાંચ કરોડના ખર્ચે ટેટોડા ખાતે બનનાર શ્રી જલીયાણ ગૌમાતા હોસ્પિટલ માટે વપરાશે.આ લોકડાયરાના સફળ આયોજન માટે ટેટોડા ગૌશાળાના મહંત પૂજ્ય રામરતનજી મહારાજના સાનિધ્યમાં એક અગત્યની બેઠક ગૌશાળા ખાતે મળી હતી.આ મીટીંગમાં દેવચંદભાઈ ચોકસી પરિવારના રોહિતભાઈ તેમજ કલ્પેશભાઈએ ખાસ હાજર રહી સૌને વધારે સંખ્યામાં લોકડાયરામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી.
આ ઉપરાંત ગૌસેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,રવિભાઈ પંચાલ,મણીભાઈ પટેલ-શેઠ,રામજીભાઈ દેસાઈ,દેવજીભાઈ પટેલ સહિત અનેક કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી લોકડાયરાના વિશિષ્ટ આયોજન માટે ચર્ચાવિચારણા કરી હતી.આગામી દિવસોમાં આ બાબતે પાલનપુર તેમજ ડીસા ખાતે ગૌભકતોની મીટીંગ કરવામાં આવશે.

Related posts

*મોરબીમાં બેન્કના કર્મચારીએ ગ્રાહકના નામે ખોટી લોન કરી નાણાં હજમ કરતા ચકચાર મચી ગઇ*

Hello Morbi

*મરાઠા ની મોસમ મા ખેડૂતોના રવિ પાક અને ખરી પાકને નુકસાન ચૂકવવા સરકાર સર્વે કરી ખેડૂતોને પડ્યા પર પાટું રાહત કરશે?*

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે*

editor

Leave a Comment