• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અણીયારી જેતપરરોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ભરેલ ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

અણીયારી જેતપરરોડ ઉપરથી ક્રેટા કાર સાથે ઇંગ્લીંશદારૂની બોટલો નંગ-૩૭૬ કિ.રૂ.૧,૩૭,૬૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૮,૪૨,૬૨૦/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો જનરલ કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, પો.કો. દશરથસિંહ પરમાર, તેજસ વિડજાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અણીયારી – જેતપર રોડ ઉપર સફેદ હ્યુંડાઇ ક્રેટાકાર નં. GJ-06-PH-2112 વાળીમાં પરપ્રાંત માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેના મુદામાલ સાથે એક આરોપી મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) નગારામ સ./ઓ. ભગવાનરામ ચૌધરી (જાટ) ઉ.વ.૩૧ રહે. રામજી કા ગોલ ફાટા.તા.ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાન

– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧) નરેશકુમાર મલાજીભાઇ પઢીયાર (નાઇ) રહે. શેરપુરા તા. ડીસા જી. બનાસકાંઠા
૨) જમારામ ઉફે જગમાલ સ./ઓ. જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ, પોસ્ટ ડબોઇ, થાણુ, તા. ગુડામાલાણી, જી.બાડમેર રાજસ્થાન
૩) યશપાલસિંહ ધનુભા જાડેજા રહે. ખાનપર, તા.જી. મોરબી> પકડાયેલ મુદામાલની વિગત –
(૧) ગ્રીનલેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૧૭૮ ની કિ.રૂ. ૬૦,૫૨૦/-
૨) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૬૦ ની કિ.રૂ. ૧૯,૨૦૦/-
૩) બ્લેન્ડ પ્રાઇડ સીલેકટ પ્રિમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ- ૩૦ ની કિ.રૂ. ૨૫,૫૦૦/-
(૪) ૫૦-૫૦ ઓરેન્જ ફલેવર વોડકાની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ- નંગ-૧૦૮ ની કિ.રૂ.૩૨,૪૦૦/- આમ, કુલ બોટલો નંગ -૩૭૬ (પેટી નંગ- ૩૧) કિ.રૂ. ૧,૩૭,૬૨૦/-
૫) હ્યુંડાઇ ક્રેટા કાર નંબર-GJ-06-PH-2112 કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૮,૪૨,૬૨૦/- નો મુદામાલ
કબ્જે કરેલ છે> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા PSI શ્રી,કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી./
પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*HELLO MORBI NEWS: *હવે મોરબી માં વજન ઘટાડવું બન્યું સહેલું આપ વજન ઘટાડવા માંગો છો????તો વાચો*

editor

*HELLO MORBI:મોરબી માળીયા ધારાસભ્યશ્રી માળીયા તાલુકાના પાણી ભરાવાના સંભવીત ગામોના પ્રવાસે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ:રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ*

editor

Leave a Comment