• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભૂજ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજનના નવા વરાયેલ પ્રમુખ*

ભૂજ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજનના નવા વરાયેલ પ્રમુખ
છેલ્લા ઘણા વર્ષોથી ભૂજ ખાતે ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજન ખૂબ જ સક્રિય છે અને વિવિધ સામાજીક,ધાર્મિક,શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી સત્કાર્યો થકી સમાજ સંગઠન તેમજ રાષ્ટ્રીય એકતાનું મહત્વનું કાર્ય કરી રહેલ છે.
ભૂજ ઉતર ગુજરાત દેશી લોહાણા મહાજનની તાજેતરમાં જ વર્તમાન પ્રમુખ શ્રી કિશોરભાઈ ઠકકર (મીત મેડિકલ) ના અધ્યક્ષસ્થાને મળેલ મીટીંગમાં નવા પ્રમુખ તરીકે ખૂબ જ સેવાભાવી,સરળ,ઉદાર,હસમુખા એવા મુકેશભાઈ કાંતિલાલ ઠકકર (પારી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં ઉપસ્થિત સૌકોઈએ તેમને હર્ષભેર વધાવી લીધા હતા.ઉપપ્રમુખો તરીકે ખૂબ જ કર્મઠ,જાગૃત અને સેવાભાવી એવા નવયુવાનો વિજયભાઈ હરિભાઈ ઠકકર (થરાવાળા) તેમજ નરેશભાઈ કાંતિલાલ ઠકકર-ભૂમિ મેડિકલ (પેંપળુવાળા)ની નિમણૂંક કરાઈ હતી.મંત્રી તરીકે ખૂબ જ હોનહાર,સેવાભાવી તેમજ સાહિત્યપ્રેમી એવા નવયુવાનો ડો.દીપેશભાઈ ઠકકર (બાસ્પાવાળા) તેમજ ડો.જીગ્નેશભાઈ ઠકકર (હારિજવાળા)ની વરણી કરાઈ હતી.નવી ટીમને વિદાય લેતા પ્રમુખ શ્રી કિશોરભાઈ ઠકકર તેમજ માર્ગદર્શક નટુભાઈ ટી.સહાયતા સહિત સમગ્ર સમાજે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.
લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે ભૂજ ઉતર ગુજરાત દેશી લોહાણા સમાજની નવી ટીમને અભિનંદન આપી સમાજહિત તેમજ રાષ્ટ્રહિતનાં વિશેષ પ્રેરણાદાયી સત્કાર્યો થાય તે માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના ધુંટુગામ પંચમુખી હનુમાન મંદિર પાસેની શેરી નં.૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસે અંગ્રેજી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:થરાદ ખાતે દર ગુરૂવાર માટે પૂજ્ય જલારામ બાપાના ભજનનો થયો શાનદાર પ્રારંભ*

editor

Leave a Comment