• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા*

*મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી દ્વારા ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરાયા*

મોરબી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયા સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી કે.બી.ઝવેરી અધ્યક્ષસ્થાને મોરબીના ૨૭ જેટલી સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જિલ્લાની અગત્યની સંસ્થાઓને આવરી લઈને અસરકારક મતદાર જાગૃતિ માટે એમઓયુ કરવાનો કાર્યક્રમ મોરબી કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને મોરબી કલેક્ટરશ્રી કે.બી.ઝવેરી તેમજ અધિક નિવાસી કલેકટરશ્રી એસ.જે.ખાચરએ તમામ સીરામીક એસોસીએશન તથા સીરામીક યુનિટો પ્રતિનિધિશ્રીઓને આવકારીને આગામી ચૂંટણી પર્વમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં મતદાર જાગૃતિ કામગીરીમાં ચૂંટણી તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં આવેલા અગત્યના ઔદ્યૌગિક એકમોની સાથે સંકળાયેલા કામદારો, શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓમાં સહભાગી થાય તે હેતુથી એમઓયુ કરવાનું આયોજન કરાયું છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું. જેમાં મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(વીટ્રીફાઈડ ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(વોલ ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(ફ્લોર ટાઈલ્સ વિભાગ), મોરબી સીરામીક ઉત્પાદન એસોસીએસન(સેનેટરી વિભાગ), પેપર મિલ એસોસિએશન તથા સીમ્પોલો ટાઈલ્સ પ્રા. લી., વરમોરા ગ્રેનીટો પ્રા. લી. વેગેરે કુલ ૨૭ સીરામીક યુનિટો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા દ્વારા જણાવાયું છે.

Related posts

*વાંકાનેર તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો દરોડો*

Hello Morbi

*જોડિયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજી ના મંદિરે ધૂન-ભજન નું આયોજન કરાયું*

Hello Morbi

*રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી*

Hello Morbi

Leave a Comment