• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

જૂના iPhone સ્લો કરવા Appleને ભારે પડ્યા, 45.54 અરબ રૂપિયાનો દંડ ભરવો પડશે!

અમેરિકન કંપની Apple યુઝર્સના હિતોની રક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણી વખત કંપનીએ સાબિત કર્યું છે કે કંપની ફક્ત તેના ફાયદા માટે જ કામ કરે છે. Batterygate આ બાબતોમાંની એક છે. Apple જાહેરાત કરી છે કે #batterygate કેસની પતાવટ માટે 113 મિલિયન ડોલર (લગભગ 8.3 અરબ રૂપિયા)નો દંડ ચૂકવશે. અમેરિકાના લગભગ 34 રાજ્યો Appleની તપાસ કરી રહ્યા હતા. આ પહેલા પણ કંપનીએ આ કેસમાં 500 મિલિયન ડોલરનો દંડ આપ્યો છે. એટલે Apple તેના વપરાશકર્તાઓના જૂના આઇફોનને ધીમા કરવા માટે કુલ 613 (500+113) મિલિયન રૂપિયા ચૂકવવા પડશે. જો તમે તેમને રૂપિયામાં કન્વર્ટ કરો છો, તો તે લગભગ 45.54 અબજ રૂપિયા છે.

પરંતુ કંપનીને આટલા પૈસા કેમ આપવા પડ્યા?

નોંધનીય છે કે 2017માં કંપનીએ એક અપડેટ બહાર પાડ્યું હતું જેણે જૂના આઇફોનને ધીમા બનાવ્યા હતા. અપડેટ બહાર પાડતા પહેલા કંપનીએ આ અંગે વપરાશકર્તાઓને માહિતી આપી ન હતી. કંપનીએ અપડેટ આપીને વપરાશકર્તાઓનો જૂનો આઇફોન ધીમો પાડી દીધો. બાદમાં જ્યારે લોકોને આ અંગેની જાણ થઈ ત્યારે Apple દલીલ કરી હતી કે જૂની બેટરીને કારણે જૂનો ફોન ધીમો પડી રહ્યો છે, ફોન જાતે બંધ થતો નથી અથવા ફોનમાં અન્ય સમસ્યાઓ છે.

કંપનીની આ અપીલ લોકોને મનમાં ઉતરી ન હતી અને અમેરિકાના 34 જેટલા રાજ્યોએ Apple વિરુદ્ધ તપાસ શરૂ કરવાનું અને કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. રાજ્યોએ કહ્યું કે Apple લોકોને નવા અને મોંઘા આઇફોન ખરીદવા દબાણ કરી રહ્યું છે. જૂનો ફોન અપડેટ્સ દ્વારા ધીમો કરવામાં આવે છે જેથી લોકો કંપનીના નવા અને ખર્ચાળ આઇફોન મોડેલો ખરીદી શકે.

 

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી-કંડલા બાયપાસ રોડ પરથી રીક્ષામાં ચોર ખાનુ બનાવી તેમા* *અંગ્રેજીદારૂનો જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*મોરબી:૬૫-વિધાનસભા ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નામ માટે હજુ મહામંથન ચાલુ આવતીકાલે નામ ની ઘોષણા થાય તેવી સંભાવના*

Hello Morbi

Leave a Comment