
બનાસનું સાહિત્ય રતન એવા કનુભાઈ આચાર્યની ગુજરાતી સાહિત્ય પરિષદમાં કોઓપ્ટ સભ્ય તરીકે કરવામાં આવી નિમણૂક
સમગ્ર ઉતર ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે આગવી નામના ધરાવતા બનાસના સાહિત્ય રતન એવા કનુભાઈ આચાર્યની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી,મંત્રી સમીર ભટ સહિતની સમગ્ર ટીમે ત્રણ વર્ષ માટે કોઓપ્ટ સભ્ય તરીકે સર્વાનુમતે પસંદગી કરેલ છે.
ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ વિષયોમાં સર્વશ્રેષ્ઠ કાર્ય કરનાર સર્જક-વાર્તા લેખક-ચિંતક-સંપાદક એવા કનુભાઈ આચાર્યની પસંદગી થવાથી, સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતના સાહિત્ય રસિકોમાં ગર્વ,ગૌરવ,ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ છે.અનેક સાહિત્ય રસિકો,હિતચિંતકો,શુભેચ્છકો કનુભાઈ આચાર્યને તેમના મોબાઈલ નંબર 9998836855 ઉપર અભિનંદન આપી તેમનો રાજીપો વ્યક્ત કરી રહેલ છે.
બનાસ સાહિત્ય કલા સંઘના સર્વ ડો.નવીનકાકા,છગનલાલ પટેલ,મફતલાલ મોદી,ભગવાનભાઈ બંધુ,ડો.સુરેન્દ્ર ગુપ્તા,મુસાફિર પાલનપુરી,ડો.અજયભાઈ જોષી,તરૂણભાઈ શેઠ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,પ્રો.એ.ટી.સિંધી,કવિ કિશોરભાઈપટેલ,તગજીભાઈ બારોટ,એસ.આર.ઠક્કર,ધરમાભાઈ શ્રીમાળી, પ્રહલાદભાઈ આઈ.ઠક્કર,પરબતકુમાર નાઈ,નટુભાઈ વ્યાસ,પરમાનંદભાઈ શર્મા,યશપાલસિંહ વાઘેલા,રમેશભાઈ ત્રિવેદી,ડો.કુલદીપ ઠક્કર,પ્રહલાદભાઈ આચાર્ય,દીલીપભાઈ વકીલ,પ્રવિણભાઈ નાઈ-રતનગઢ,નરસિંહભાઇ બારોટ,ઓઢાવાળા,ચંદુભાઈ એટીડી,બળદેવભાઈ રાયકા,પ્રહલાદભાઈ સહયોગ,દિનેશભાઈ કવિરાજ,મહેશભાઈ મનવર,ઈશ્ર્વરભાઈ રાવળ,જયેશભાઈ દેસાઈ,આનંદભાઈ પી.ઠકકર,વર્ષાબેન બારોટ સહિત સૌએ તેમને અભિનંદન આપી,આનંદની લાગણી વ્યક્ત કરી હતી.કનુભાઈ આચાર્યની પસંદગી કરવા બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો સૌએ વિશેષ આભાર માનેલ છે.
