• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

રાજકોટ સંસદીય મત વિસ્તાર માટેના જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા (IAS) તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા (IRS)એ મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

તમામ નોડલ ઓફિસરશ્રીઓ સાથે યોજાયેલ આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રાએ મટીરીયલ મેનેજમેન્ટ, વિવિઘ ટ્રેઈનીંગ સેશન, આદર્શ આચારસંહિતા અને ફરિયાદોના નિકાલ, હિટ વેવને પગલે મતદારો માટેની વ્યવસ્થાઓ, સવિશેષ મતદાન મથકો અને ત્યાં ઊભી કરવામાં આવેલી/આવનાર વ્યવસ્થાઓ, વધુમાં વધુ મતદાન થાય તે માટેના જાગૃતિ કાર્યક્રમ, રેન્ડમાઈઝેશન, સિરામિક સહિત ઉદ્યોગમાં કામ કરતા રાજ્ય અને જિલ્લા બહારના શ્રમયોગી માટે સવેતન રજા, SST, FST, VVT, VST સહિત ટીમને તાલીમ તેમજ કાર્યક્ષમ કામગીરી સહિતનાઓ મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

ઉપંરાત તેમણે શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે દરેકે પોતાની જવાબદારી સમજી કામગીરી કરવા તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા દ્વારા નિરીક્ષકશ્રીને રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો વિસ્તાર તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, MCC નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી,તાલીમ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદિપ વર્મા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી સિધ્ધાર્થ ગઢવી, નાયબ કલેક્ટરશ્રી સુબોધકુમાર દુદખીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.ડી. કુગસિયા, ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી તેમજ અન્ય નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI: મીઠાના અગરમાં કામ કરતાં મજૂર માટે આશીર્વાદ રૂપ પ્રધાનમંત્રી આવાસ યોજના*

editor

*વરસાદી વાતાવરણ મા સુલતાનપુર શાળામાં નવા છોડ નું વાવેતર કરી પ્રકૃતિ દિવસ ઉજવ્યો*

Hello Morbi

*૨૨ એપ્રિલ છે જે વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે મોરબી નેસ્ટ કે૧૨ એજ્યુકેશન સ્કૂલ દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ કરાયું*

Hello Morbi

Leave a Comment