• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારત વિકાસ પરિષદ ડીસાની બેઉ શાખાઓના નવીન વરાયેલા પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિરે દબદબાભેર કરાયેલ સન્માન*

ભારત વિકાસ પરિષદ ડીસાની બેઉ શાખાઓના નવીન વરાયેલા પદાધિકારીઓનું ડીસા જલારામ મંદિરે દબદબાભેર કરાયેલ સન્માન
ભારત વિકાસ પરિષદ ડીસાની મુખ્ય શાખા તેમજ મહાવિજય શાખાના નવા પદાધિકારીઓની તાજેતરમાં જ સર્વાનુમતે વરણી કરવામાં આવતાં દાયિત્વ ગ્રહણ સમારોહ સંપન્ન થયેલ છે.બેઉ શાખાના પદાધિકારીઓ ડીસા જલારામ મંદિરે દર્શન,આશીર્વાદ તેમજ મહાઆરતી માટે પધારતાં સૌનું દબદબાભેર કંકુતિલક,ફૂલછડી તેમજ સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
બેઉ શાખાના પ્રમુખો રમેશભાઈ પૂનમચંદભાઈ ઠકકર,દીનેશભાઈ વી.મજેઠીયા,ઉપપ્રમુખો કમલેશભાઈ રાચ્છ,કરસનભાઈ ખત્રી,નીરવભાઈ ચાંપાનેરી મંત્રીઓ પ્રવિણભાઈ સાધુ,નિલેષભાઈ રાવલ,સહમંત્રી નરેશભાઈ ઉડેચા,મહિલા સંયોજીકાઓ શિલ્પાબેન ઠકકર,દક્ષાબેન જોષી,સહસંયોજીકાઓ પૂજાબેન કલ્પેશભાઈ ઠકકર,વીણાબેન માધવાણી,મીડિયા કન્વીનર આનંદભાઈ પી.ઠકકર,મુખ્ય સંચાલક પરેશભાઈ જીવરાણી સહિત સૌનું દબદબાભેર સન્માન કરાયું હતું.સૌ પદાધિકારીઓએ સન્માન બદલ રાજીપો વ્યક્ત કરી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી વધારે ને વધારે સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પૂજાબેન ઠકકર તેમજ કલ્પેશભાઈ ઠકકરે પણ બેઉ પ્રમુખોનું સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ શુભ અવસરે જલારામ ટ્રસ્ટ,જલારામ ગૌ સત્સંગ મંડળ તેમજ શુભેચ્છક ગ્રુપના સર્વ શારદાબેન આચાર્ય,સરોજબેન રતાણી,બીનાબેન ઠકકર,મીનુબેન મજેઠીયા,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,બળદેવભાઈ રાયકા,નાગરભાઈ પરમાર,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ ચોકસી,પ્રવિણભાઈ એન.ઠકકર,ઈશ્ર્વરભાઈ રાવળ સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી સૌને સન્માનિત કર્યા હતા.

Related posts

*HELLO MORBI: કોપર વાયર, એલ્યુમીનીયમના વાયરની ચોરી કરતી આંતર રાજય ગુર્જર ગેંગના પાંચ સભ્યોને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

Hello Morbi

*મોરબીના રવાપર ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલ ની પાછળ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો માનસિક તકલીફ ના કારણે ગળે ફાંસો ખાઇ આપઘાત*

Hello Morbi

Leave a Comment