
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.મોરબી નાઓના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એન.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI ચંદ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોસ્ટે ફ.ગુ.ર.નં.૪૮/૧૯૯૯ આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂ રહે. માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલે જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહેતો હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે હકીકત આધારે ઉપરોકત સ્ટાફના માણસો હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા સ/ઓ ફકરૂભાઇ વાખલા/અનુજનજાતી ઉ.વ.૬૫ રહે.માલ ફળીયા માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો મળી આવતા મજકુરને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવી તા.૦૬/૦૬/૨૦૨૪ ના કલાક ૦૧/૩૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
તેમજ મજકુર આરોપી દેવભુમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૧/૧૯૯૮ આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ વિ. ના કામે નાસતો ફરતો હોય પકડવા ઉપર બાકી હોય આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.
આમ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં રોકડ રૂ.૧૦,૦૦૦/-ના ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કવોડ તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.
