• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની હાજરીમાં વઘાસિયામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની હાજરીમાં વઘાસિયામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

*(લલીત નિમાવત દ્વારા*)આજ તારીખ 27/6 ના રોજ વઘાસિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન થયેલ હતું જેમાં નાના નાના ભૂલકાઓને આવકારવા માટે ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, માજી. નગરપાલિકા પ્રમુખશ્રી રમેશભાઈ વોરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કો કોંઢીયા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વોરા સાહેબ, બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી મયુરસિંહ પરમાર તથા એસએમસી અધ્યક્ષ શ્રી ભગીરથસિંહ ઝાલા, ગ્રામજનો તથા ગ્રામ આગેવાનો, બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી તરફથી બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરવામાં આવી હતી તથા શાળાની બાળાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ હતા.

શાળાના આચાર્યશ્રી અલ્પેશ દેશાણીએ અત્યાર સુધીની શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ તથા આગામી પાંચ વર્ષમાં શાળાને ઉચ્ચતમ સ્તરે લઈ જવાના આયોજનની વાત કરી હતી.

આ દરમિયાન ગત વર્ષના યુનિફોર્મના દાતા એવા શ્રી જીવાભાઈ ભોરણીયા નું સન્માન કરવામાં આવેલ હતું

શ્રી જીતુભાઈ સોમાણીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે સાચા ગુરુ એવા હોય જે ફક્ત પુસ્તકનું જ્ઞાન નહીં પણ જે લાગણીથી અને ભવિષ્યનો વિચાર કરી અને શિક્ષણ આપે તે સાચો શિક્ષક હોય છે આવા શિક્ષકો મને અહીં વઘાસિયા પ્રાથમિક શાળામાં જોવા મળ્યા છે. ગ્રામજનોએ આવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આ ઉપરાંત તેઓએ વિવિધ સરકારી શૈક્ષણિક યોજનાઓની વાત કરી હતી.

શાળાના નવા ભવ્ય બિલ્ડીંગ માટે સાથ સહકાર આપવાની તેમજ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શાળા બંને તેવી શુભેચ્છા પાઠવી હતી.

તો ગામના સરપંચ એવા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ગામની વિવિધ સરકારી સંસ્થાઓ દવાખાનુ, ગ્રામ પંચાયત, તેમજ ગામના વિકાસ કાર્યો ની મુલાકાત કરાવી હતી.

વિવિધ ઇનામ વિતરણ તથા તેજસ્વી તારલા સન્માન આંગણવાડી બાળકોનું સન્માન અને વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ શાળા પ્રવેશોત્સવ આનંદથી ભરપૂર રહ્યો હતો, જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસ ઉદઘાટન તેમજ કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન કરવામાં આવેલ હતું.

શિક્ષક શ્રી નરેશભાઈ જગોદણાએ આભાર વિધિ સહ સમાપન કરેલ.

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ફન હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટોલ નંગ – ૧ તથા જીવતા કાર્ટીસ નંગ- ૨ સાથે પકડી પાડતી મોરબી એસ.ઓ.જી.ટીમ*

editor

*વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર એન્ડ પત્રકાર ભાટી એન. નાગનેસ ગામે રામજી મંદિર ખાતે વિશેષ હાજરી આપશે*

Hello Morbi

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

Hello Morbi

Leave a Comment