• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*

*માનસિક અસ્થિર વ્યક્તિની પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ*
*(નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારા: તા ૩ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત્ તારીખ ૨/૭/૨૦૨૪ ના રોજ રાત્રે અગીયાર વાગ્યાથી પોલીસ મોબાઈલ વાનમાં નાઈટ પેટ્રોલીંગમાં છતર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ માં હતા એ દરમ્યાન કોઈ માનસિક અસ્થિર મગજનો વ્યક્તિ રોડ પર ચાલીને નીકળતા જેને રોકી યુક્તિ પ્રયુક્તિ થી પુછ પરછ કરતા જવાબના અંતે પોતે જણાવેલ કે પોતે ત્રંબા ખાતે માનવ મંદિર (મંદ બુધ્ધિની વ્યક્તિઓનું ગૃહ સ્થળ) થી પોતે કોઈને કહ્યા વગર નીકળી ગયાનું જણાવતા અમોએ આ બાબતને માનવ મંદિર ત્રંબાના સંચાલક નો રાત્રે જ સંપર્ક કરી ફોટો વોટ્સેપ કરી ખરાઈ કરતા જાણવા મળેલ કે આ મંદ બુધ્ધિની વ્યક્તિનું નામ સતીષભાઈ દયાળજી ભાઈ ભાનુશાલી ઉ. વ.૩૦(મંદ બુધ્ધિ) નો વ્યક્તિ રહે. ભુજ. નીતી ચોક ભાનુશાલી ફળિયું, વાળો તારીખ ૧/૭/૨૦૨૪ ના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યે માનવ મંદિર ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનું જણાવેલ અને તેની પાસે થી આ વ્યક્તિના રહેઠાણ નુ સરનામું મેળવતા તેના પિતા હયાત ન હોવાનું જણાવેલ અને તેના માતુશ્રી નર્મદા બહેન દયાળજી ભાઈ ભાનુશાલી ઉ. વ.૬૦, રહે ભુજ નીતી ચોક વાળા ના મોબાઈલ નંબર ૯૭૧૪૧૭૮૧૨૧ ઉપર વાતચીત કરતા પોતે જણાવેલ કે પોતાનો દિકરો માનસિક અસ્થિર મગજનો હોય અને “ત્રંબા માનવ મંદિર “(મંદ બુધ્ધિની વ્યક્તિનું ગૃહ સ્થળ) ખાતે સારવાર માટે દાખલ રાખેલ હોય અને ત્યાંથી નીકળી ગયેલ હોય જે અંગે ત્યાંના સંચાલકો એ તેઓને પણ ફોન કરી જાણ કરેલ હોવાનું જણાવેલ હોય જેથી તેઓને તેનો માનસિક અસ્થિર પુત્ર પોલીસને મળ્યા અંગેની જાણ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું જણાવેલ અને તે ઓ આવી જતાં તેમને તેનો માનસિક અસ્થિર પુત્ર સોંપી આપેલ.
આ માનવતા વાદી કામગીરી કરનાર ટંકારા પી, એસ, આઈ શ્રી એમ. જે. ધાધલ સાહેબ અને એ એસ આઈ સી એસ કડવાતર તથા પો. કો. કૃષણ રાજ સિંહ ઝાલા તથા પો. કો. સાલે મામદભાઈ હાજી ભાઈ સુમરા ,હોમગાર્ડ અરુણભાઈ પરમાર, બુકેરા તૌફીક વગેરે એ જહેમત ઉઠાવી વિખુટા પડેલા પરિવારનું મિલન કરાવ્યું હતું એ સમયે ટંકારા પોલીસ પ્રાંગણમાં ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.
સેવાકીય પ્રવૃત્તિ થી પ્રચલિત, નીડર અને નિષ્ઠાવાન એવાં ટંકારા પોલીસ મથક ના થાણા અઘિકારી શ્રી એમ. જે. ધાધલ સાહેબે અગાઉ પણ લજાઈ ચોકડીએ થી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન દ્વિભાષી માનસિક અસ્થિર મગજના વ્યકિત મળી આવતા ટંકારા પોલીસ મથકે લઈ આવી નવડાવી ધોવડાવી બાલ દાઢી કરાવી દ્વિભાષી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું. તેમજ મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી ની ૨૦૦ મી જન્મ જયંતી સમારોહમાં ટંકારા મુકામે પધારેલા રાષ્ટ્રપતિ શ્રીના ભવ્ય કાર્યક્ર્મ સમયે પણ છેક દિલ્હી નો વિખૂટો પડેલ ને યુવાન મળી આવતા તેને પણ તેના પરિજનો સાથે મિલન કરાવ્યું હતું.
આમ ટંકારા ના થાણા અઘિકારી શ્રી એમ. જે. ધાધલ અને પોલીસ સ્ટાફની આ સરાહનીય કામગીરી ની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.

Related posts

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*HELLO MORBI:જુનાઘટિલા: વિખ્યાત દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નો લોકમેળો યોજાશે:આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના લોકપ્રિય સર્જન ડોક્ટર સી.કે.પટેલ 𝟕𝟓 વર્ષના થતાં ઉજવાનાર અમૃત મહોત્સવ*

editor

Leave a Comment