• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મહામાનવ અચરતભાઈ ઠકકરને ભાવાંજલી અર્પણ કરવા ચાંગા ખોડિયાર ગૌશાળામાં યોજાઈ પ્રાર્થનાસભા*

મહામાનવ અચરતભાઈ ઠકકરને ભાવાંજલી અર્પણ કરવા ચાંગા ખોડિયાર ગૌશાળામાં યોજાઈ પ્રાર્થનાસભા
સમગ્ર થરા-કાંકરેજ-બનાસકાંઠા પંથકમાં સેવાની સરવાણી થકી આગવી સુહાસ ફેલાવનાર અદના સમાજ સેવક,પરમ જલારામ ભકત-ગૌભકત,ભાજપ અગ્રણી આદરણીય અચરતલાલ શીવરામભાઈ ઠકકર તારીખ 13-7-2024 શનિવારે પરમપિતા પરમાત્માની ગોદમાં સમાઈ ગયા.એક મૂઠી ઉંચેરો મહામાનવ ગુમાવતાં સમગ્ર કાંકરેજ પંથકે ઉંડા આઘાતની લાગણી અનુભવી છે.
સંત કોટિનું જીવન જીવનાર અચરતબાપા ઠકકરને ભાવાંજલી-શ્રધ્ધાંજલી અર્પણ કરવા માસિક પૂન્યતિથિએ ખોડિયાર ગૌશાળા ચાંગા ખાતે ભજન સત્સંગ તેમજ પ્રાર્થનાસભાનું દિવ્ય અને પવિત્ર આયોજન ગૌશાળા દ્રારા કરાયું હતું.ચાંગા,શીરવાડાની બહેનોએ ભજનો ગાઈ ભાવાંજલી અર્પિત કરી હતી.ગ્રામજનો સર્વ મૂળજીભાઈ જોષી,મેરૂભાઈ કાપડી,હેમરાજભાઈ પટેલ (અધગામ),સવગરજી ગોસ્વામી,ભગવાનભાઈ ચૌધરી,હરદાસભાઈ પટેલ,સરદારગર ગૌસ્વામી,કવિ કેદારજી,ડી.સી.ઠકકર સહિત સૌએ અચરતબાપાના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.અચરતભાઈ પરિવારના સર્વ કનુભાઈ ઠકકર,ભગવાનભાઈ બંધુ,હર્ષદભાઈ ઠકકર,નિરંજનભાઈ ઠકકર સહિત સૌએ ચાંગા ગામનાં ભાવદર્શન કરી ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.ચાંગા ખોડિયાર ગૌશાળા માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર અચરતભાઈ ઠકકરની ખોટ હંમાશાં સાલશે તેવી લાગણી સૌએ વ્યક્ત કરી હતી.ગૌસેવક અચરતભાઈની દિવ્ય સ્મૃતિમાં એમના પરિવાર તરફથી રૂપિયા 51000 તેમજ અન્ય ગૌસેવકોએ રૂપિયા 60000 અર્પણ કરતાં કુલ 111000 (એક લાખ અગીયાર હજાર)ની ગૌસેવા એકત્ર થઈ હતી.
આ અવસરે થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,જલારામ મંદિર થરાના સેવકો વિજયભાઈ ઠકકર,કનુભાઈ બી.ઠકકર,રાજુભાઈ લાટી,જસવંતલાલ ઠકકર,જેશુંગભાઈ નાઈ,રમેશભાઈ ઠક્કર,દશરથભાઈ ઠકકર સહિત મોટી સંખ્યામાં ભાવિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જૂના iPhone સ્લો કરવા Appleને ભારે પડ્યા, 45.54 અરબ રૂપિયાનો દંડ ભરવો પડશે!

Hello Morbi

*HELLO MORBI: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની હોંશભેર ઉજવણી*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી ઝવેરીના અધ્યક્ષસ્થાને પીસીપીએનડીટી એક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment