• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

*આફત સમયે તંત્ર ની સુચનાથી શહેર ના સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડપેકેટ તૈયાર કરતી મોરબી ની સંસ્થા.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન-પ્રસાદ ની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવા માં આવી રહ્યા છે જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેક ભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટ નો સહયોગ શ્રી દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.
આ ભગીરથ સેવા કાર્ય માં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીત ના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય* *રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧નો તા. ૧પમી જૂન-ર૦ર૧થી અમલ કરાશે* 

Hello Morbi

*HELLO MORBI NEWS:જામનગર જિલ્લાના છેવાડાના ગામ સુધી કૃષિ જાગરણ યાત્રા પહોંચશે*

editor

*ગીર સોમનાથ જિલ્લાના રસ્તાઓની વેદના વ્યથા અને કરમ કથા*

Hello Morbi

Leave a Comment