• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ

તા.૦૮/૦૯/૨૦૨૪
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વીભાગ રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં અનડીટેક્ટ ચોરીના આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય

જે અન્વયે શ્રી એસ.એચ.સારડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર તથા શ્રી વી.પી.ગોલ સાહેબ સી.પી.આઇ.શ્રી, વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સબ ઇન્સ. એલ.એ.ભરગા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન અમો પો.સબ.ઇન્સ એલ.એ ભરગા તથા એ.એસ.આઇ ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ વિજયભાઇ ડાંગરને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ચોરી કરેલ ટ્રેકટર ની ટોલી તથા રોટાવેટર તથા એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા હલર (થ્રેશર) એમ મળી કુલ કી.રૂ.૨૮૫૦૦૦ /- ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓને અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને ચોરી કરનાર અજાણ્યા ચોર ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.
ડીટેક્ટ કરેલ ગુન્હા
૧) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૪૧ /૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ
૨) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૪૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ
૩) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૫૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯,૪૦૧ મુજબ
અટક કરેલ આરોપીઓ
૧) સોંડાભાઇ શીવાભાઇ સેફાત્રા (મીર) જાતે.ભરવાડ ઉ.વ ૨૯ રહે. ખેતરડી તા.હળવદ જી.મોરબી
(૨) સાજણભાઇ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ચાવડા જાતે.ભરવાડ ઉ.વ ૨૮ રહે. કોઠી તા.વાંકાનેર જી.મોરબી
૩) રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ સ/ઓ બચુભાઇ સેફાત્રા (મીર) ઉ.વ ૨૨ રહે. ખેતરડી તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ટ્રેકટર ની ટોલી કી.રૂ.૮૦૦૦૦/-
૨) રોટાવેટર કીં.રૂ.૪૦૦૦૦/-
(૩) એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કી.રૂ.૪૦,૦૦૦/-
૪) હલર (થ્રેશર) કી.રૂ.૧,૨૫૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ચમનભાઇ
ડાયાભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ વનરાજભાઇ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહ
ઘનશ્યામસિંહ જાડેજા તથા વીજયભાઇ નાથાભાઇ ડાંગર તથા રવીભાઇ લાભુભાઇ કલોત્રા તથા
દીનેશભાઇ ધીરૂભાઇ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજીકરવાની તારીખ ૫ એપ્રિલ સુધી લંબાવાઈ*

editor

કોરોના વિકરાળ બન્યો : અમેરિકામાં એક દિવસમાં 1,87,833 નવા કેસ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેરના વીડી જાંબુડીયા ગામમાથી જાહેરમા જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment