• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ*

શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા, મોરબી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી તારીખ 28/2/2025 ના રોજ શાળા કેમ્પસમાં કરવામાં આવી. જેમાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન દિવસને અનુરૂપ સુવિચાર, કાવ્ય, જનરલ નોલેજના પ્રશ્નો રજુ કરી શાળાનુ વાતાવરણ વિજ્ઞાનમય બનાવ્યું.

ત્યારબાદ શ્રી પોલીસ કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ રાઠોડના સહયોગથી તથા વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રજ્ઞેશભાઈ આદ્રોજાના માર્ગદર્શનથી તૈયાર થયેલ ધોરણ 6 થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે એવી રસપ્રદ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી. જેમાં અદ્રશ્ય અક્ષરને દ્રશ્યમાન બનાવવા, પાણીના પૃષ્ઠતાણને લગતા જાદુઈ પ્રયોગ, દ્રષ્ટિભ્રમ, પ્રકાશનું પરાવર્તન, રુધિરાભિસરણ તંત્રની સમજૂતી આપતા પ્રયોગો, પાણીના શુદ્ધિકરણ જેવા અનેક રસપ્રદ પ્રયોગો રજૂ થયા. આ બધા વિજ્ઞાનના પ્રયોગોને ધોરણ 1 થી 8 ના તમામ બાળકોએ ઉત્સાહભેર નિહાળ્યા.

કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

આમ હરસો ઉલ્લાશ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પૂર્ણ થઈ.

Related posts

*મોરબી રોજગાર કચેરીના કોલ સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે મોરબી ની પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલી*

Hello Morbi

Leave a Comment