• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*લોક ડાઉન મામલે શું કહું સી એમ વિજયભાઈ રૂપાણી એ જાણો*

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હવે લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. માત્ર અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રી દરમિયાન કર્ફ્યૂ યથાવત રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ જ રાત્રી કર્ફ્યૂ હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી એફવાઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં ફરીથી લૉકડાઉન કે વીકેન્ડ કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગત અઠવાડિયે અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યૂ બાદ શનિવાર-રવિવારના દિવસે આખો દિવસ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, સોમવારથી આ કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો હતો. સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યૂ 7 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આવતીકાલે ગુરુવારના રોજ અજયભાઈ લોરીયા દ્વારા પંદર હજાર તીરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

editor

*સ્વર્ણિમા એકઝિબ્યુશન ડીસાનાં સંચાલિકા સોનમબેન રાઠીનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલીકા એ સિવિલ કોર્ટ માં સી.પી.સી.ઓ-૭,રૂલ-૧૧(ડી) મુજબ દાવો રદ કરવા કરેલ અરજી સિવિલ કોર્ટે ફગાવી/રદ કરેલ*

editor

Leave a Comment