• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રોટરી કલબ ડીવાઈન ડીસા દ્રારા સર્વ મંગલમ વિધાલયમાં જરૂરિયાતમંદ બાળકોને કરવામાં આવેલ સ્વેટર વિતરણ*

વર્તમાન દિવસોમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ સેવાનું જોર વધાર્યું છે.ડીસાની રોટરી કલબ ઓફ ડીવાઈનની બહેનોએ રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીસાની સર્વ મંગલમ સ્કૂલનાં જરૂરિયાતમંદ અંદાજે 70 જેટલાં બાળકોને સ્વેટર,મોજાં,ટોપીનું વિતરણ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.રોટરી કલબ ડીવાઈનનાં પ્રમુખ ડો.રીટાબેન પટેલ તેમજ મંત્રી હિનલબેન અગ્રવાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ આચાર્ય, ઉપપ્રમુખ ભગવાનભાઈ બંધુ,મંત્રી ઈશ્ર્વરભાઈ રાવળ,ટ્રસ્ટીઓ જયંતિભાઈ ઓઢાવાળા,જયેશભાઈ દેસાઈ,વિપુલભાઈ દેસાઈ,શાળાના આચાર્ય વનીતાબેન સુથાર તેમજ સૌ શિક્ષકોએ ખાસ હજાર રહી વ્યવસ્થા ગોઠવી હતી.

આ પ્રોજેક્ટની સફળતા માટે રોટરી ક્લબ ડીવાઈન ડીસાની બહેનો સર્વ વર્ષાબેન પટેલ,અરૂણાબેન શર્મા,ધર્મિષ્ઠાબેન પટેલ,વિણાબેન પંચાલ,કાન્તાબેન પટેલ,રાજલબેન કતીરા,ચેતનાબેન પટેલ,કિંજલબેન ઠક્કર સહિત સૌએ હાજરી આપી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રોટરી કલબ ડીવાઈન દ્રારા આશાકિરણ શાળાના માધ્યમથી જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નિયમિત ભણાવવામાં પણ આવે છે.સંસ્થાના નિસ્વાર્થ મંત્રી અને અડીખમ આજીવન કાર્યકર ઈશ્ર્વરભાઈ રાવળની કામગીરીની સૌએ ભારોભાર પ્રશંસા કરી તેમને બિરદાવ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં Chair person તરીકે નિમણુંક.*

editor

*ગાયક કલાકારો માટે સ્પર્ધાનું આયોજન ૧૮ ડિસેમ્બર સુધીમાં વિડીયો સી.ડી. મોકલી આપવી*

Hello Morbi

*જગતિયાં માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૯ તથા રોકડ રકમ ૫૨૩૮૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment