હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી ૪૦૦ લીટર ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ.૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓ દ્વારા ટ્રકમાંથી થતી ડિઝલ તથા કેમીકલ ચોરીના બનાવ અટકાવવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને આજરોજ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ટી.વ્યાસ નાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન પો.કોન્સ. વનરાજસિંહ માવુભા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ ને મળેલ બાતમી હકિકત આધારે માથક ગામ પાસેથી રેઇડ કરી એક આઇ.૨૦ કાર તથા ઇક્કો કારમાંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલના જથ્થા સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ ૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પાંચેય વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તેમજ આ કામે પકડાયેલ પાંચેય ઇસમોની પુછપરછ કરતા કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનુ કબુલાત આપેલ છે.
આરોપીઓના નામ સરનામા ::
1) વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
2) પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
3) અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
4) અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
5) કુલદીપસિંહ ભરતભાઇ લકુમ રહે ગામ માથક તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલની વિગત ::
1) પેટ્રોલીયમ ડિઝલ ૪૦૦ લીટર જેની કિ.રૂ.૩૬૦૦૦/-
2) આઇ-૨૦ કાર રજી નં GJ 23 AN 4481 વાળી જેની કિ.રૂ.3,00,000/-
3) ઇક્કો કાર રજી નં GJ 07 DD 9359 વાળી જેની કિ.રૂ.૨,૦૦,000/- કુલ મુદામાલ કિ.રૂ.૫,૩૬,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ::
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ, લાલભા રઘુભા, હરેશભાઇ ઇન્દુલાલ, શકિતસિંહ બહાદુરસિંહ તથા પો.કોન્સ. વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઇ મનજીભાઇ, સાગરભાઇ ડાયાભાઇ, યુવરાજસિંહ નીરૂભા, રણજીતસિંહ અરજણભાઇ, કિશનભાઇ ધીરૂભાઇ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.


