• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડા ની વિકાસલક્ષી સરકાર સમક્ષ માર્ગને મંજૂરી આપવા માંગ*

કચ્છ થી સૌરાષ્ટ્રને જોડતો કાંડલા – માળીયા – નવલખી સુધી સાગર તટિય રસ્તો બનાવવા અને કેન્દ્ર ની સાગરમાલા પરિ યોજના અંતર્ગત આ વિસ્તારોના વિકાસ માટે શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવિયા ને કચ્છ-મોરબીના સાંસદે રજૂઆત કરી છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ રજૂઆત એ શિપિંગ મંત્રિ મનસુખભાઇ માંડવિયાને રજૂઆત કરીને જણાવ્યું છે કે કચ્છ જિલ્લા માં બે મહાબંદર મુંદ્રા અને કંડલા છે.ઉતર ભારત અને મધ્ય ભારત પરિવહન માટે એકજ નેશનલ હાઇવે નંબર ૮ છે જેમાં, ઘણી વખત અકસ્માતો કે અન્ય કારણોસર ટ્રાફિક જામ જેવા બનાવો વારંવાર સર્જાય છે. કંડલા થી ભચાઉ ૪૨ કિમી અને ભચાઉ થી માળીયા ૫૮ કિમી થઈ ૧૦૦ કિમી નો રસ્તો થાય છે. જયારે સાગત તટિય વિસ્તાર થી નવો હાઇવે બને તો ૫૬ કિમી થાય જેથી ૪૪ કિમી બચી જાય પરિવહન કર્તાઓ ને આર્થિક અને સમય ની બચત થાય ઈમરજન્સી દર્દીઓને પણ અમદાવાદ રાજકોટ – રિફર કરવાના હોય તો સમય બચત થાય અને ટ્રાફિક સમસ્યામાં અટકાવવું પડે નહીં.
કચ્છને સૌરાષ્ટ્ર સાથે વધારે સાંસ્ક્રુતિક, વ્યાપારીક સંબધો છે. કચ્છ સરહદી જિલ્લો હોવાથી આપણે એક જ રસ્તા પર અવલંબિત થવું પડે નહીં કચ્છ, મોરબી, માળીયાના વિસ્તૃત મીઠા ઉધોગને સવલતો મળે, મોરબીના મોટા સિરામિક ઉધોગોને ફાયદો થાય સિંગાપુરની જેમ પોર્ટ સલગ્ન વ્યાપારોનો વિકાસ થાય અને આ નવો હાઇવે બને તો તેમાં કંડલા પોર્ટ અને ગુજરાત સરકાર પાસે ૯૦% જમીન ઉપલબ્ધ થાય જેથી ૧૦% જમીન સંપાદન પણ સરળતા થી થઈ શકે માટે ઝડપી પરિવહન, સમય અને ખર્ચ બચત સરક્ષણ ની દ્રષ્ટિએ આ નવો રસ્તો અગત્યનો બનશે માટે શિપિંગ મંત્રાલય ભારત સરકારને આ રસ્તો સાગરમાલા પરિયોજના અંતર્ગત તૈયાર કરવાની માગ કરી છે.

Related posts

*જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુઞરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*અમરેલી ના પિરે તરિકત ખાનદાને ચિસ્તીયા સરકાર નિઝામ બાપુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*HELLO MORBI:પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી જિલ્લાના પ્રવાસે*

editor

Leave a Comment