• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોરમાં વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર “ઇ-સિગારેટ” ના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોરમાં વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર “ઇ-સિગારેટ” ના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

તા.૧૧/૦૫/૨૦૨૩ ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ઇ-સિગારેટ તથા અન્ય પ્રતિબંધીત તમાકુના ઉત્પાદન, વેપાર, હેરાફેરી અટકાવવા ખાસ ઝુંબેશ રાખેલ હોય તે ઝુબેશ અન્વયે અસરકારક કામગીરી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ આવા ગે.કા. ઇ-સિગારેટના વેપાર કરતા ઇસમોને શોધી કાઢવા મોરબી શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ.મહાવિરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર નાઓને ખાનગી હકીકત મળેલ કે, મોરબી નગર દરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોર નામની પર્ફ્યુમના સરસામાનની દુકાનના કાઉન્ટર ઉપર બેઠેલ એક ઇસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગરેટનો જથ્થો રાખી તેનુ વેચાણ થાય છે તેમજ સંગ્રહ કરવામા આવેલ છે” જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ અલગ અલગ ફ્લેવરની બે પ્રકારની જેમાં (૧) YUOTO LUSCIOUS (2) ELFBAR BC 5000 નામની ઇ-સિગારેટ નીચે જણાવેલ જથ્થા સાથે મળી આવતા સદરહુ ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ-૨૦૧૯ અંતર્ગત ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ, સરનામુ :-
રીઝવાન તોફીકભાઇ મેધાણી જાતે મેમણ ઉ.વ.૨૫, ધંધો વેપાર રહે. નગરદરવાજા અંદર,પખાલી શેરી, મોરબી. – કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) YUOTO LUSCIOUS નામની અલગ અલગ ફ્લેવરની ઇ-સિગારેટ કુલ નંગ-૦૬ કિ.રૂ.૫,૪૦૦/- (૨) ELFBAR BC 5000 નામની અલગ અલગ ફ્લેવરની ઇ-સિગારેટ કુલ નંગ-૦૪ કિ.રૂ.૬,૦૦૦/- (૩) કુલ મુદ્દામાલ રૂપીયા- ૧૧૪૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ રસીકભાઇ કડીવાર તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાચુ તથા સામંતભાઇ છુછીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ના યશસ્વી અધ્યક્ષ શ્રી મયુરભાઇ ગઢવી ના જન્મદિવસે શુભેચ્છા પાઠવતાં કાર્યકરો*

editor

*HELLO MORBI ઉદેપુર (રાજસ્થાન) રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કિરિટભાઈ કારિયાનું થયેલ દુઃખદ અવસાન*

Hello Morbi

Leave a Comment