• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

 

માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૩૨ કિ.રૂ.૧,૨૮,૪૭૨ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૪૮,૪૭૨/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
તા.૧૫/૦૩/૨૦૨૫
શ્રી અશોકકુમાર સાહેબ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરી અસરકારક કામગીરી કરવા શ્રી એમ.પી. પંડ્યા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઇ કણોતરા ભરતભાઇ જીલરીયા તથા PC ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, વવાણીયા ગામે રહેતો સાગર ઉર્ફે ઠૂંઠો રામૈયાભાઇ સવસેટાએ વવાણીયા ગામમાં હાઇસ્કુલની સામે કોળી વાસમાં આવેલ લાલાભાઇ હીરાભાઇ વિરડાનુ મકાન ભાડેથી રાખેલ છે અને તે મકાનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે અને તે પોતાના એક્ટીવા મોટર સાયકલમાં દારૂની બોટલો રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ હકિકત આધારે મજકૂરના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાને રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.- આરોપીનું નામ સરનામુ:-
(૧) સાગર ઉર્ફે ઠૂંઠો રામૈયાભાઇ સવસેટા/બોરીચા રહે.વવાણીયા ગામ તા.માળીયા (મિં) જી.મોરબી > પકડાયેલ મુદામાલની વિગત -૧) રોયલ ચેલેંજ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૦
૨) રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ-૧૩૨
૩) મેગ્ડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ-૧૨
(૪) રોયલ ચેલેંજ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની. બોટલો નંગ-૪૮ મળી કુલ બોટલો નંગ-૨૩૨ કિ.રૂ.૧,૨૮,૪૭૨/-
(૫) એક્ટીવા મોટર સાયકલ રજી.નં. GJ36M6356 કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૪૮,૪૭૨/-નો મુદામાલ કબ્જે કરેલ છે.- કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી બી.ડી.ભટ્ટ, શ્રી એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*માળીયાના સાત મહિના થી ફરાર બુટલેગર દેશી દારૂ અને સ્વિફ્ટ કાર સાથે ઝડપાયો*

Hello Morbi

*HELLO MORBI: મહેન્દ્રનગર તક્ષશિલા વિદ્યાલય ના પટરાગણ માં 75 માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી હરેશભાઈ બોપલીયાના વરદ હસ્તે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ*

editor

*જોડીયા રામવાડી ખાતે સાદગી પૂર્વક હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment