• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

કાલીકા પ્લોટના મૌલાના અયુબ બાપુ બુખારી ઉપસ્થિત રહી બાળાઓને આપ્યા આશિવર્ચન

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે પ્રથમ વર્ષ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળાઓ મન મુકી માં આધશકિતની આરાધના કરી રહી છે. જેમાં કોમી એકતાના દશ્યો સર્જાયા હતા.

 

મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી રહી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને મર્યાદિત બાળાઓ અને લોકોની હાજરી વચ્ચે જ શેરી ગરબીઓ યોજાઈ રહી છે. જેમાં નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની છે.ત્યારે આ ચાલું વર્ષ શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં સંજયભાઈ ચૌહાણ દ્વારા પ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બાળાઓ માં નવદુર્ગા નું આરાધના કરી રહી છે. જેમાં કાલીકા પ્લોટના મૌલાના અયુબ બાપુ બુખારી તેમજ આશીકાને મૌલા અલી ગ્રુપના બિરાદરોએ હાજરી આપી ગરબે ઝુમતી બાળાઓને આશિવર્ચન પાઠવ્યા હતા. અને દેશમાં ફેલાયેલા કોરોના વાયરસથી દેશ-દુનિયાને આઝાદ કરે તેવી દુઆ કરી હતી. આ રીતે નવરાત્રી મહોત્સવમાં કોમી એકતાના દશ્યો સર્જાયા હતા.

Related posts

*મોરબીના લીલાપર ગામની સીમમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ : રૂ.૪૦;૫૧;૮૦૦ લાખના દારૂ સાથે એક ની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI: હીટ વેવની તમામ જીવ સૃષ્ટિને સીધી અસર;પશુ-પંખીઓની પણ યોગ્ય કાળજી લેવી જરૂરી*

editor

*HELLO MORBI: મોરબી: દિપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેક્ટ હેઠળ સરકારી યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવા મોરબી જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment